શું ગરમી આવશે અને કોરોના ખતમ થઈ જશે?

શું ગરમી આવશે અને કોરોના ખતમ થઈ જશે?
શું વધતું તાપમાન કોરોનાનો દુશ્મન છે?
મોસમ અને કોરોનાના સંબંધ પર રિસર્ચ

પૂરી દુનિયા પર કોરોનાનો કહેર છે પરંતું જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી એક ચર્ચા ગરમ છે કે શું કોરોના બાકી વાયરસની જેમ ગરમીના મોસમમાં ખતમ થઈ જશે… કોરોના વાયરસ પર તાપમાનની અસરને લઈને ડૉક્ટર અને વિશેષજ્ઞોના કેટલાય દાવા છે.. હવે એકવાર ફરી એક નવું સ્ટડી સામે આવ્યું.. જેમાં ભારત માટે સારા સમાચાર હોય શકે છે…

અમેરિકાની મૈસેચ્યુએટ્સ ઈંસ્ટિટ્યૂ ઑફ ટેક્નોલોજી(MIT)ના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે હવામાનમાં જેટલી ગરમી હશે. હવામાં જેટલો ભેજ હશે. સંક્રમણ એટલું ઓછું ફેલાશે. આ દાવા મુજબ જે દેશમાં વધુ ગરમી છે.. અત્યારસુધી ત્યાં વાયરસનું સંક્રમણ ઓછું ફેલાયું છે. આ પરિણામ પર પહોંચતા પહેલા વૈજ્ઞાનિકોએ દુનિયાના કેટલાય હિસ્સાથી કોરોના સંક્રમણનો ડેટા એકઠો કર્યો અને પછી બે પૈરામિટર પર રિસર્ચ શરુ કર્યું. તે બે પૈરામિટર છે-તાપમાન અને ભેજ. રિસર્ચમાં માલુમ પડ્યું છે કે,

*કોરોના વાયરસમાં 90% સંક્રમણ 3થી 17 ડિગ્રી સેલ્સિયસની વચ્ચેવાળા વિસ્તારમાં વધુ થયું
*એટલે કે સ્પેન, ઈટલી, ફ્રાંસ, બ્રિટન, અમેરિકા આ તમામ દેશમાં સંક્રમણ સૌથી વધુ થયું
*આ દેશમાં 4થી 9 ગ્રામ પ્રતિ મીટર ક્યૂબિક ભેજ હતો
*મતલબ એક ઘન મીટર હવામાં 4થી 9 ગ્રામ પાણી હાજર છે

MITના વૈજ્ઞાનિક મુજબ એવા દેશ જ્યાં તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ અને ભેજ 9 ગ્રામ પ્રતિ મીટર ક્યૂબિકથી વધુ છે, ત્યાં સંક્રમણના કેસ ઓછા આવ્યા છે. કોરોના ગરમીની મોસમમાં ખુદ મરી જશે. તેને હજુ સુધી પાક્કી રીતે ના કહી શકાય. પરંતું વધુ તાપમાનમાં કોરોનાના ઓછા સંક્રમણના દાવામા દમ તો દેખાય છે. તેને તમે આ રીતે સમજી શકો છો-
આ સમયે કોરોનાના પોઝિટીવ કેસના આધાર પર જે 26 દેશ ટૉપર પર છે.. તેમાં 16 દેશ યૂરોપના છે. એ વાત સૌને માલુમ છે કે યૂરોપમાં તાપમાન ઓછું રહે છે અને ફિલહાલ કોરોનાનું એપિસેંટર યૂરોપ જ બની ચૂક્યું છે, તેના બાદ અમેરિકા. તમે ટૉપ-10 દેશમાં કોરોનાના પોઝિટીવ કેસના નંબર અને તે દેશમાં તાપમાનની તુલનાને જૂઓ…

દેશમાં કોરોના કેસ(અંદાજે)        તાપમાન
*અમેરિકા 5,20,000                     14 ડિગ્રી
*ઈટલી 1,15,000                          13 ડિગ્રી
*સ્પેન 1,12,000                            08 ડિગ્રી
*જર્મની 84,700                             17 ડિગ્રી
*ઈરાન 50,468                              15 ડિગ્રી
*ફ્રાંસ 59,929                                  13 ડિગ્રી
*સ્વિટ્ઝર્લેંડ 18,800                     11 ડિગ્રી
*દક્ષિણ કોરિયા 10,000               08 ડિગ્રી

નોંધ: બધા દેશોમાં કોરોના ના કેસો સતત વધતા રહે છે.

મતલબ ઓછા તાપમાનવાળી આ થિયોરીને અમેરિકાની અંદરની સ્થિતીથી પણ સમજી શકાય છે. અમેરિકામાં પણ ઉત્તર અને દક્ષિણ વિસ્તારમાં કોરોનાના સંક્રમણની રફ્તાર અલગ-અલગ છે.
*અમેરિકામાં દક્ષિણની તુલનામાં ઉત્તરના રાજ્ય વધુ ઠંડા છે
*ઉત્તરી વિસ્તાર ન્યૂયોર્ક.. ન્યૂજર્સીમાં સંક્રમિત લોકોની સંખ્યા ઘણી વધુ છે
*જ્યારે દક્ષિણના રાજ્યો ટેક્સાસ, ન્યૂ મેક્સિકો અને એરિઝોનામાં સંક્રમણનું સ્તર ઓછું છે

અમે ફરી એકવાર જણાવી દઈએ કે આ માત્ર એક રિસર્ચનું પરિણામ છે. ગરમીના મોસમમાં કોરોના ખતમ જ થઈ જશે તેના પર હાલ કોઈ ઠોસ પુરાવા નથી. છેલ્લી કેટલીક બીમારીઓમાં તેની અસર દેખાઈ જરુર છે. જેમકે 2002માં સાર્સ મહામારી આવી તે ગરમીમાં ખતમ થઈ,પરંતું આ તાપમાન બદલવાના કારણે થયું તે કહેવું મુશ્કેલ છે.

વૈજ્ઞાનિકોની વચ્ચે ચર્ચા એ વાત પર પણ થઈ કે ભારત, પાકિસ્તાન.. ઈંડોનેશિયા અને આફ્રિકાના દેશમાં કેસ એટલે જ ઓછા આવ્યા છે કે અહીં ટેસ્ટ ઓછા થયા છે, પરંતું દલીલ એ પણ છે કે કેટલાય એશિયાઈ દેશ જેમકે સિંગાપુર, UAE અને સઉદી અરબમાં ટેસ્ટ મોટી સંખ્યામાં થયા અને ત્યાં ઈટલી-અમેરિકાની તુલનામાં કોરોના પોઝિટીવ કેસ ઓછા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Captcha loading...