આંધળો સસરો ને શણગટ વહુ, કથા સાંભળવા ચાલ્યા સહુ
કહ્યું કાંઈ ને સમજ્યા કાંઈ, આંખ નું કાજળ ગાલે ઘસ્યું,
ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક.
– અખો
આ પોસ્ટ ની શરૂઆત હું “અખા ના છપ્પા” થી કરું છું. નાનપણ માં આપણે બધા આ શાળા માં તો ભણ્યા જ હશું પણ અત્યારે આપણે વ્યવસ્થિત રીતે ભૂલી ગયા છીએ.
આનો મતલબ તો તમને ખબર જ હશે (ગુજરાતીમાં જ લખ્યું છે હિબ્રુ ભાષા માં નઈ) ચાલો તો પણ કહી દવ. આંધળો અને બેહરો કથા સાંભળવા જાય ત્યારે સાંભળે પણ કઈ અને સમજે પણ કઈ અને અંત માતો બધું વ્યર્થ.
આ વાત છે આજ ની પરિસ્થિતિ ની, હા (સરખું જ વાંચ્યું તમે, આજ ની પરિસ્થિતિ) હમણાં થોડા સમય થી ટ્રેન્ડિંગ નો બોવ ટ્રેન્ડ વધ્યો છે માણસો જોયા અને સમજ્યા વિના કોઈ પણ વસ્તુ ને બસ ટ્રેન્ડિંગ કરી નાખે છે. પછી એ વસ્તુ કામ ની છે કે નઈ શું ફર્ક પડે “બસ ટ્રેન્ડ હો જાના ચાહિયે”.
હમણાં થોડા સમય પહેલા મેં ટવિટર પર એક ટવિટ જોઈ, ટવિટ હતી શાહરુખ ખાન ની આવનારી મૂવી “રઈસ” ઉપર કે કોઈએ આવું લખ્યું હતું કે “રઈસ મૂવી એક ગેંગસ્ટર ઉપર બનાવવા માં આવી છે તો ભારતીય હોવા થી આપણે મૂવી બોયકોટ કરીશું”. ટવિટ English માં હતી એટલે લખવા વાળુ કોઈક “Educated” લાગ્યું અને આ ટવિટ પર ઘણી બધી રી-ટવિટ અને લાઇક્સ પણ હતા…વાહ Educated પબ્લિક વાહ…
આ ટવિટ પર મારા થોડા સવાલો હતા જેવાકે (જે હું ટવિટર માં પૂછી ના શક્યો કેમકે 140 અક્ષરો જ મળે છે):
-> ગેંગસ્ટર ઉપર મૂવી તો 70’s અને 80’s માં પણ બનતી જેમકે “દીવાર” અને “દયાવાન”. તો ત્યારે આ વિરોધીઓ ક્યાં ગયાતા? (અમુક તો જનમ્યા પણ નઈ હોઈ)
-> ગેંગસ્ટર પર મૂવી તો 2001 પછી પણ બને છે જેમ કે “ગેંગસ્ટર”, “once upon a time in mumbai”, “shootout at lokhandwala” અને ઘણા બધા. તો આ બધી મૂવી આવી ત્યારે આ કહેવાતા દેશભક્ત ક્યાં ગયાતા?
-> ગેંગસ્ટર ની મૂવી ઉપર જેનું ઘર ચાલે છે એ ડિરેક્ટર “રામ ગોપાલ વર્મા” નો વિરોધ કોઈ કેમ નઈ કરતુ?
-> અને હવે આવનારી અર્જુન રામપાલ ની મૂવી “ડેડી” જે પણ એક ગેંગસ્ટર અને પછી બનેલા રાજકારણી પર બનાવવા માં આવી છે એના ઉપર કોઈ ટવિટ કે કઈ છે નઈ કેમ?
ચાલો ઉપર ના સવાલો ને સાઈડ માં રાખી ને એમ માની લઈએ કે પબ્લિક ને વાંધો છે “રઈસ” માં એકટિંગ કરનારી કોઈક પાકિસ્તાની એકટ્રેસ થી, ચાલો આ વાત થી હું સેહમત છું. પણ એનો મતલબ એતો નથી ને કે ગુજરાતી રાઇટર એ લખેલી (આશિષ વાશી), ગુજરાતી ડિરેક્ટર એ બનાવેલી, અને થોડી ગુજરાત માં શૂટ થયેલી મૂવી નું બોયકોટ કરી નાખી…હદ થઇ ગઈ આતો.
એક મૂવી બનાવવા માટે કેટલી મેહનત લાગે એ આ ફાલતુ ટ્રેન્ડ કરવા વાળા ટવિટરિયાવ ને શું ખબર પડે. એક પાકિસ્તાની એક્ટર (જેને કોઈ ઓળખતું પણ નથી) એ એક ને છોડી મૂવી માં કામ કરતા બીજા એક્ટરો નું શું? મૂવી ની ટિમ નું શું? અરે સ્પોટ બોય સહીત ના લોકો આપણા ભારતીય છે એ બધા નું શું? ક્યારે વિચાર્યું છે કે નઈ….
ચાલો આગળ વધીએ આ ટ્રેન્ડ ઉપર, આજ કાલ ના મૂવીમાં એક ઓર ટ્રેન્ડ ચાલે છે અને એ છે જુના કલાસિક અને રેટ્રો ગીતો નું બેહૂદા રિમેક બનાવી મૂવી માં ગમે ત્યાં બંધ-બેસતું કરવાનો (મારી સાઈડ થી તો આ ટ્રેન્ડ સૌથી ખતરનાક છે). અહીંયા વાત થઇ છે હમણાં આવેલા “ઓક જાનુ” મૂવી ના સોન્ગ “હમ્મા હમ્મા” ની અને એ પેલા બનેલા બીજા વાહિયાત રિમેક ની.
તો બધા ને ખબરજ હશે કે “હમ્મા હમ્મા” પેલા આવેલી કલાસિક મૂવી “બોમ્બે” નું કલાસિક ગીત પણ રેહમાન સર એ પોતેજ પોતાના ગીત નું રોસ્ટ કરી નાખ્યું. પબ્લિક માટે તો આ ગીત ફેસબુક, યુટ્યૂબ, ટવિટર માં મજાક નો વિષય બની ગયું છે અને ગીત માં બાદશાહ ના રૅપ ની ટીકા પણ થાય છે.
અને હમણાં નો ટ્રેન્ડ સૈફ અને કરીના ના છોકરા નું નામ “તૈમુર” કેમ રાખ્યું? હવે કોક એના છોકરા નું નામ એના માં-બાપ ગમે તે રાખે એ ઈ બે માણા નો પ્રશ્ન છે આપડે શું? પણ પબ્લિકએ એને પણ ટ્રેન્ડ બનાવી દીધું. ચાલો તો અંત માં હું એટલું જ કહીશ કે કોઈ વસ્તુ કે ટોપિક ને ટ્રેન્ડ કરવું એ કોઈ ઇન્ટરનેશનલ ક્રાઇમ નથી પણ કઈ પણ સમજ્યા વિના ગમે તે ટ્રેન્ડ કરી દેવું એ પણ વ્યાજબી નથી.
બાકી આપણો દેશ 1947 થી આઝાદ થઇ છે તો તમારે જે કરવું હોઈ તે કરો અને હા “#પ્યોરકાઠિયાવાડી” ને તમે ટ્રેન્ડ કરી શકો છો અમે કાઈ નઈ કઈ….
થમ્બનેઇલ ફોટો: ગૂગલ ની મદદ થી
I truly love your blog.. Very nice colors & theme. Did you develop this amazing site yourself?
Please reply back as I’m wanting to create my own personal blog and would love to know
where you got this from or exactly what the theme is named.
Many thanks!