થાઇલેન્ડ, ઘણા યુવાનો માટે સપનાનો દેશ. પ્રવાસીઓ માટે ઘણી તકો આ દેશમાં છે. અહિયાં છે ૨૪ કલાક જાગતું પટ્ટાયા અને સાથે છે વિકાસ પામતું શહેર બેન્કોક. અહિયાં છે દુનિયાના સારામાં સારા ક્લબ તો સાથે છે ભગવાન બુદ્ધ ના વિશ્વ વિખ્યાત મંદિરો. અહિયાં છે મિલનસાર માણસો પણ સાથે છે સ્કેમ કરતા ઠગ.
દરવર્ષે લાખો લોકો આ દેશમાં આવે છે. ઇકોનોમિક ટાઈમ્સ પ્રમાણે વર્ષ ૨૦૧૬ માં ૧૧ લાખ ભારતીય પ્રવાસીઓ એ થાઈલેન્ડ પ્રવાસ કર્યો. અને આ ૧૧ લાખ પ્રવાસીઓ માંથી થાઈલેન્ડ સરકાર ને ૯૨૦૦ કરોડ ની આવક થયેલી આ આકડો વર્ષ ૨૦૧૬ નો છે. તો વિચારો અત્યારે તો આ આકડો ક્યાય પહોચ્યો હશે.
તમે કોઈપણ દેશ કે શહેર માં ફરવા જાવ ત્યારે ત્યાની સારી વસ્તુની સાથે એક ખરાબ વાત પણ હોઈ છે. થાઇલેન્ડ દેશમાં પણ આવુજ કઈક છે. તો ચાલો મિત્રો થાઇલેન્ડ પ્રથમ વખત પ્રવાસ કરતા પ્રવાસીઓ માટે થોડા ધ્યાનમાં રાખવા ના મુદ્દાઓ સાથે તમને જાગૃત કરાવીએ.
૧) ગરમીની સીઝન ટાળવી
ભારતની જેમ થાઇલેન્ડ નો તડકો પણ સહન ના થાય એવો હોઈ છે. ગરમ પવન અને આજુબાજુ માં દરિયો એટલે સાથે ભેજ વાળું વાતાવરણ તો ખરું જ. તો પ્રવાસી મિત્રો ને સલાહ છે કે ગરમી ના મહિનામાં જવાની બદલે તે થોડી ઠંડી ની ઋતુ માં જવાનું રાખો.
ફરવા માટે નો સમય: ઓક્ટોબર થી ફેબ્રુઆરી
૨) લોકલ માણસો મિલનસાર હોઈ છે અને ક્યારેક જોખમી પણ
ત્યાના માણસો હસમુખા અને મિલનસાર હોઈ છે પણ ક્યારેક એ લોકો તમને ગેરમાર્ગે (misleading) પણ દોરી શકે છે. ત્યાના લોકલ માણસો ને અડ્રેસ કે કોઈ જગ્યા વિશે પૂછવાનું ટાળો ખાસ કરીને કે જયારે તમે શોપીંગ માં ગયા હો અથવા સ્ટ્રીટ વ્યુ માટે નીકળ્યા હો.
તો કોને પૂછવું?: તમે ટેકનોલોજી ની મદદ લઇ શકો છો એટલે કે “ગૂગલ” અથવા તમે ટ્રાફિક પોલીસ ને પૂછી શકો છો જે ચોકે ચોકે ઉભા હોઈ.
૩) ટુક ટુક પકડતા પેલા ધ્યાન રાખો
ટુક ટુક એટલે ત્યાની ઓટોરીક્ષા. જો તમારે કઈક નવું કરવું હોઈ તો તમે એકવાર બેસી શકો છો પણ રાત્રે જવાનું ટાળો. રાત્રે આ ટુક ટુક વાળાઓ તમારી પાસેથી ત્રણ થી ચાર ગણા ભાડા વસુલે છે. અને ઘણી વખત તમને ફેરવી ફેરવી ને પણ લઇ જાય છે (જોકે આતો ભારત ના રિક્ષાવાળા પણ કરે છે).
તો ટ્રાન્સપોટેસન માટે શું કરવું?: જો તમારી પાસે જાણકારી હોઈ તો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી શકો છો બાકી Uber ટેક્ષી તો છે જ.
૪) થાઇ ફૂડ સ્વાદ માટે સારું છે પણ પેટ માટે નઈ
ઘણા ભારતીયો ભારત માં થાઇ ફૂડ… થાઇ ફૂડ ના ગાણા ગાતા હોઈ પણ trust me…તમે જે થાઇ ફૂડ ભારતમાં જમ્યા હશો એના કરતા થાઈલેન્ડ નું થાઇ ફૂડ ઘણું અલગ હોઈ છે. ઓરીજીનલ થાઇ ફૂડમાં મરચાનું પ્રમાણ વધુ અને સાથે ગેલંગલ (galangal – આદુ જેવું કઈક) નું પ્રમાણ પણ વધુ હોઈ છે. એટલે જો તમે પ્રવાસી છો તો આ જમવાનું ટાળો કદાચ તમને પેટ ની તકલીફ પણ થઇ શકે.
૫) રોયલ જોક્સ ની સખત મનાઈ
થાઇલેન્ડ ના માણસો ત્યાના રાજા અને એના પરિવારને ખુબ જ પ્રેમ કરે છે. એટલે અહિયાં ના માણસો એના રાજા કે એના પરિવાર પર કોઈ મજાક કે જોક કે ખરાબ ટીપ્પણી સહન નહિ કરે. એટલે ત્યાના રોયલ પરીવાર પર કઈ બોલતા પેલા ૫-૬ વાર વિચાર કરી જોવો.
૬) લોકલ દારૂ તમારા જોખમે પીવો
જે રીતે ભારત માં ભાંગ, તાળી ને દેશી ઠરો (એટલે કે લોકલ દારૂ) મળે છે એમ થાઇલેન્ડમાં પણ ત્યાની એક લોકલ બ્રાન્ડની દારૂ વેચાઈ છે જેને રાઈસ વિસ્કી કેવાય છે. આ વિસ્કી તમને બીમાર પણ પાળી શકે છે. તો દારૂ પ્રેમીઓ બ્રાન્ડેડ પીવાનું રાખો તમને ત્યાં બીઅરમાં કાર્લ્સબર્ગ, ટુબોર્ગ અને વિસ્કી માં જેક ડેનીઅલ, ચીવાઝ રીગલ, જીમબીમ અને મન્કીસોલ્જર જેવી બ્રાન્ડ મળી જશે.
નોંધ: શરાબ અને ધુમ્રપાન સેહત માટે નુકશાન કરતા છે.
૭) એવું માની નો લેવું કે દરેક સુંદર છોકરી, છોકરી હશેજ
આ વાચી ઘણાની આખો ખુલી ગઈ હશે..પણ હા તમે સાચું વાચ્યું છે… થાઇલેન્ડમાં દર પાંચમી કે છઠી છોકરીએ એક છોકરી લેડીબોય હોઈ છે. એટલે ભમરાઈ જવું નહિ. પણ હા લેડીબોય ટેલેન્ટેડ પણ હોઈ છે વિશ્વાસ ના આવે તો પટ્ટાયા નો અલ્કાઝાર શો જોવાનું ભૂલતા નહિ. (અમે તો નક્કી કર્યું છે કે ફરી જયારે પટ્ટાયા જવાનું થાય ત્યારે અલ્કાઝાર શો જરૂર જોવો)
૮) કુશળતા પૂર્વક ખરીદી કરો
જો તમે થાઇલેન્ડમાં છો અને શોપિંગ નથી કર્યું નથી તો તમે મોટુ પાપ કર્યું છે. અહિયાં બધુંજ સસ્તું છે ઇલેક્ટ્રોનિક્સ, કપડાં, શો-પીસ, દરિયાઈ સામગ્રી વગેરે વગેરે. જો તમે બેન્કોક માં છો તો ઈન્દ્રા માર્કેટ સારું પ્લેસ છે શોપિંગ માટેનું. અહિયાં તમને સસ્તા આઈ-ફોન થી લઈને ૧૦૦-૧૫૦ રૂપિયાના ટીશર્ટ પણ મળી રેશે. અને ઈન્દ્રા માર્કેટ ની આજુબાજુ માં તમને ઇન્ડિયન ફૂડ પણ મળી રેશે.
તો ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ તો ૧૦ જગ્યા એ થી ચેક કરીને લેવી સારા ભાવમાં મળે તો. જે વસ્તુ ભારત કરતા સસ્તામાં મળે એ જ ખરીદી કરવી. જે વસ્તુ તમારા શહેરમાં એજ ભાવમાં મળતી હોઈતો એ વસ્તુ લેવાનું ટાળવું.
૯) સ્ટ્રીટ ફૂડ ખુબ ટેસ્ટી હોઈ પણ જોખમી
થાઇલેન્ડમાં તમને રસ્તા પર ફૂડ બનાવાવાળા ઘણા જોવા મળશે. રસ્તા પર બારબેકયું (Barbeque) વાળા પણ ઘણા જોવા મળશે. અને એ લોકો એવીરીતે બનાવતા હોઈ કે તમને ખાવાનું મન ૧૧૦% થઇ જાય. ત્યાના સ્ટ્રીટ ફૂડ ની મહેક જાણે ત્યાના વાતાવરણ માં ફેલાઈ ગઈ હોઈ એવું લાગે. પણ પ્રવાસીઓ એ ફૂડ થી દુર રહે એમાંજ એની ભલાઈ.
થાઇલેન્ડના સ્ટ્રીટ ફૂડ માં તમને ઓરીજીનલ થાઈ ક્યુઝન નો ટેસ્ટ મળશે. પણ આવા રોડ સાઈડ સ્ટ્રીટ ફૂડ સ્ટોલ બધા સારા જ હોઈ એવું નથી તમારી તબિયત પણ બગાડી શકે છે. તમે કોઈને જે સ્ટોલ પર જમતા ના જોવો તો ત્યાંથી ચાલતી પકડો.
૧૦) ક્લબ, પબ, ગો ગો બાર અને મસાજ પાર્લર માં ધ્યાન રાખવું
ક્લબ, પબ, ગો ગો બાર અને મસાજ પાર્લર આ ચાર શબ્દો યુવાનો ના દિલની ધડકન વધારવા માટે કાફી છે. પણ બધા બાર, ક્લબ કે મસાજ પાર્લર સારા જ હોઈ એવું નથી તમને ત્યાં ઠગ અને ધુતારાઓ પણ મળી શકે છે.
થાઇલેન્ડ દેશ ની મોટા ભાગ ની ઇકોનોમિક ટુરીઝમ અને આના ઉપરજ નિર્ભર છે એ બધા જાણે જ છે. તો જો કોઈ તમને ફ્રી ની બીઅર ઓફર કરે કે કોઈ વધુ પડતું ફ્રેન્ડલી થવાની કોશીશ કરે તો સમજી જવું કે…Something is wrong!
૧૧) સારા મની એક્ષચેન્જર ની તપાસ કરો
તમને ત્યાં ઘણા મની એક્ષચેન્જર મળી જશે. તમને પટ્ટાયા ની વોલ્કીંગ સ્ટ્રીટ પર પણ ઘણા મળી જશે અને સ્વર્ણભૂમિ એરપોર્ટ ઉપર પણ. તો પહેલીવાર થાઇલેન્ડનો પ્રવાસ કરતા પ્રવાસી માટે કે તમારા પૈસા ને એવા એક્ષચેન્જર પાસે થી એક્ષ્ચેન્જ કરાવો કે જે તમને ત્યાની કરન્સી વધુ આપે.
તો આ સારા મની એક્ષચેન્જર ગોતવા કેમ?: તમે એરપોર્ટ ઉપર કે પછી તમારી હોટેલ ની આજુબાજુ ના વિસ્તારમાં તમારી કરન્સીનો એક્ષ્ચેન્જ રેટ જાણીને એક્ષ્ચેન્જ કરાવી શકો છો.
તો મિત્રો અમે આશા રાખીએ છીએકે આ બધી ટીપ્સ તમને કામ લાગશે જો તમે પ્રથમ વખત થાઇલેન્ડ જઈ રહ્યા છો. અમે હજી થાઇલેન્ડમાં થતા સ્કેમ અને થાઇલેન્ડ જોવા જેવા સ્થળો પર પણ એક-એક બ્લોગ લાવીશું એ પણ તમને કામ લાગશે. તો અમારી સાઈટ જોતા રહો.