હિટ એન્ડ રન: જવાબદાર કોણ વાહન ચલાવનાર કે વાહન આપનાર?

 

પ્યોર કાઠીયાવાડી ના બધા ને રામ રામ

આ પોસ્ટ વાચી ઘણા લોકો ને ગુસ્સો આવશે અને ઘણા વખાણશે પણ ખરા. આ મુદ્દા વિશે અવાર-નવાર આપણે અખબાર માં વાચતા હોઈએ છીએ અને વાચ્યા પછી આ મુદ્દા પર થોડી ચર્ચા ઓ પણ કરતા હોઈ એ છીએ. ચાલો તો આજે વાત કરીએ એક એવા મુદ્દા પર જે ભારત ના મોટા શહેરો માં સામાન્ય છે.

હિટ એન્ડ રન….

હિટ એન્ડ રન ને સામાન્ય મુદ્દો એટલે કીધો કેમ કે એક સર્વે મુજબ વર્ષ ૨૦૧૫ માં ભારત માં દર કલાકે ૭ હીટ એન્ડ રન કેસ ફાઈલ થયા હતા અને આ આકડો ૨૦૧૬ માં વધ્યો પણ હશે. ચાલો ભારત ના બીજા રાજ્યો ને અલગ કરી ફિલહાલ ગુજરાત ની વાત કરીએ. ગુજરાત ના મોટા શહેરો જેવાકે સુરત, અમદાવાદ, બરોડા, અને રાજકોટ માં પણ હીટ એન્ડ રન ના કેસ પણ વધતા જાઈ છે.

ચાલો આ ફેક્ટ એન્ડ ફિગર ને સાઈડ માં રાખીને મેઈન મુદ્દા પર આવીએ. શુદ્ધ ગુજરાતી માં હીટ એન્ડ રન એટલે પોતાના વાહન થી કોઈને ઉડાડી ને ભાગી જાવ. અમદાવાદ નો કિસ્સો તો બધા ને યાદ જ હશે કોઈ જાણીતા ડોક્ટરના છોકરા એ BMW કાર થી કોઈ સ્કૂટર ચલાવતા છોકરાને ઉડાડી નાખ્યો હતો. અને આ કેસ અમદાવાદ માં ઘણો સમય ચાલ્યો. (તારીખ પે તારીખ…તારીખ પે તારીખ…)

આવો જ એક કિસ્સો હમણાં બન્યો સુરત શહેર માં, એક ૨૦-૨૫ વર્ષ નો છોકરો ૬૦-૭૦ લાખ ની ગાડી પુર ઝડપે ચલાવી રહ્યો હતો અને એજ ઝડપે એક ૧૨ માં ધોરણ ના વિદ્યાર્થીને ટક્કર મારી દીધી. આ કેસ વિશે છાપા બહુ આવ્યું નહિ બસ એક-બે દિવસ છાપા માં આવ્યું. અખબાર માં વધારે દિવસ ના આવ્યું એનું કારણ તો બધાને ખબર જ હશે…

હીટ એન્ડ રન પર ની વધુ માહિતી અને અમુક ગુજરાત માં બનેલા કિસ્સા તમને ગૂગલ ઉપર પણ જોવા મળશે પણ હવે આપણે વાત કરીએ એવા માતા-પિતા ની કે જેતો પોતાના સંતાનો ને ૩૦-૪૦ લાખ ની કાર કે મોંઘુ બાઈક મોજ શોખ માટે આપી દેતા હોઈ છે. અને આ બાળકો ફોર અ ફન ઓવર સ્પીડ માં અકસ્માત કરી બેસે છે. મોટા ભાગે બીજા લોકો આનો ભોગ બને છે જયારે ઘણી વાર વાહન ચલાવનાર પોતે.

આવો જ એક કિસ્સો ૨૦૧૧ માં હૈદરાબાદ માં બનેલો, મશહુર ક્રિકેટર મહમદ અઝરુદીન ના પુત્ર અયાઝુદીન સાથે. ઈદ ઉપર અઝરુદીને પુત્ર ને ૧૩ લાખ રૂપિયા નું ૧૦૦૦ સી સી નું સુઝુકી બાઈક ભેટ આપ્યું. એમાં કઈ ખોટું નથી પણ બાઈક કઈ રીતે અને કેવું ચલાવવું એ પણ થોડું શીખવ્યું હોત તો આજે એનો પુત્ર હયાત હોત. હૈદરાબાદ ના આઉટર રીંગ રોંડ પર અયાઝુદીન આ બાઈક ઓવર સ્પીડ માં ચલાવતા બેલન્સ બગડતા અકસ્માત માં મૃત્યુ પામ્યો.

અઝરુદીન ને આ ૧૩ લાખ નું બાઈક ઘણું મોંઘુ લાગ્યું હશે જયારે એને આ સમાચાર સાંભળ્યા હશે. આવા કિસ્સાઓ ગુજરાત માં પણ એટલાજ બને છે. ચાલો હવે આવીએ માતા-પિતા બાજુ કે જેઓ પોતાના વહાલ સોયા સંતાનો ને કઈ પણ શિખામણ આપ્યા વિના વાહન ચલાવવા આપી દે છે. બસ પોતાનું સંતાન ૧૮ વર્ષ નું થાય એટલે લાઈસેન્સ કઢાવી વાહન આપીદે. લાઈસેન્સ ની સાથે વાહન કઈ રીતે ચલાવવું એ પણ મહત્વ નું છે.

અમદાવાદ ના SG Highway પર પણ ઘણા અકસ્માતો સર્જાઈ છે પણ મોટા ભાગ ના અકસ્માતો માં સમાધાન થઇ જાઈ છે. દેખીતી વાત છે કે જે માતા-પિતા પોતાના સંતાનો ને ૧૦-૨૦ લાખ ની કાર કે બાઈક એમના સંતાન ને આપતા હોઈ તો એ કોઈ અકસ્માત કરી બેસે તો એને છોડાવવા માટે ૪-૫ લાખ તો આસાની થી ખવડાવી શકે.

આવા વાલીઓ ને એટલું જ કહેવાનું કે તમે તમારા સંતાનને પ્રેમ કરો છો સારી વાત છે અને હોવો પણ જોઈએ. તમે એમને મોંધા વાહનો ભેટ આપો છો એમાં પણ કોઈ ગુનો નથી. તમારી સંપતિ તમારા સંતાનો માટે જ છે. પણ સાથે સાથે એમને બીજા ની જીંદગી ની કીમત વિશે પણ થોડું જ્ઞાન આપો. તમારા સંતાનો કોઈ ભૂલ કરે અને તમે એ ભૂલ ઢાકવા નો પ્રયાસ કરો એ પણ એક ભૂલ છે. આમ કરવા થી તમે એમની હિમત વધારો છો. દા.ત. તમારી પુત્રી કાર થી કોઈ રોડ અકસ્માત કરે અને ૨-૩ ને ઘાયલ કરે છે તો પણ તમે એના આ જુર્મ ને છુપાવવા ૨-૩ લાખ ખવડાવો છો, આ કેસ માં વાક તમારો પણ એટલો જ છે. તો આ વાત માં તમે તમારા સંતાન ને એવું સમજાવો છો કે બેટા તું તારે મોજ કર અમે ભેઠા છીએ.

હવે કરીએ વાત એવા વ્યક્તિ ની કે જેઓ ઓવર સ્પીડ માં પોતાનું વાહન ચલાવતા હોઈ છે. ઘણા માણસો વાહન ચલાવતા ચલાવતા પોતાની સેલ્ફી લેતા હોઈ છે તો કેટલાક RTO ના નિયમ ની એસી કી તેસી કરી ને વાહન ચલાવતા હોઈ છે. જેમકે રાજકોટ માં ૮૦% માણસો હેલ્મેટ પહેરતા નથી. રાજકોટ માં કોઈ ને કેહવા માં આવે કે હેલ્મેટ કેમ નથી પેરતા તો સામે જવાબ મળે “અયા ક્યાં નિયમ છે હવે”. ભાઈ નિયમ તો આખા ભારત માં છે પણ આપણે જ આ નિયમ ની એસી કી તેસી કરી નાખી છે.

સરકાર તરફથી પણ રોડ સેફટી ના સંદર્ભ માં ઘણા કાર્યક્રમો શાળા અને કોલેજ માં થતા હોઈ છે અને હાઈવે પર પણ રોડ સેફટી ના ઘણા સ્લોગન લખ્યા હોઈ છે. પણ અકસ્માત માં ઘણી વાર વાંક આપણો હોઈ છે, તો ઘણી વાર સામે વાળા નો. RTO ના નિયમ પ્રમાણે વાહન ચલાવવું તમારી અમારી બધા ની ફરજ છે અને એ આપણી અને બીજાની સેફટી માટે પણ સારું જ છે.

કોઈના ડ્રાઈવિંગ નો તમને ખરાબ અનુભવ થયો હોઈ તો તમે કોમેન્ટ માં લખી શકો છો અને આ પોસ્ટ વિશે તમારે કોઈ વિશેષ કોમેન્ટ આપવી હોઈ તો પણ આપી શકો છો….Drive Carefully….

One thought on “હિટ એન્ડ રન: જવાબદાર કોણ વાહન ચલાવનાર કે વાહન આપનાર?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Captcha loading...