પ્યોર કાઠિયાવાડી ના બધા ને રામ રામ….
ચાલો તો રંગે ચંગે ફેબ્રુઆરી ના રોઝ ડે, હગ ડે, કિસ ડે, ફલાણા ડે, ઢીંકણા ડેઝ જેવા વેલેન્ટાઈન વિક ડેઝ પુરા થયા અને હવે આવ્યા કેરીઅર બનાવવાના દિવસો એટલે પરીક્ષા ના ડેઝ. ચાલો તો વાત કરીએ માર્ચ માં આવતી પરીક્ષાઓ ની, ખબર નઈ પરીક્ષાઓ ની તારીખ આવતાજ બધા શેહરો માં મોટીવેશનલ સેમિનાર આપવા વાળા અને માઈન્ડ પાવર ના વર્કશોપ વાળાઓ ક્યાંથી આવી જાય છે જેમ થોડા વરસાદ પછી નાની મોટી જીવાત આવી જાય એમ.
ચાલો મોટીવેશનલ સેમિનાર થી કોઈનું સારું થતું હોઈતો આવા સેમિનાર પણ સારા છે. અમને એવું લાગે છે કે જયારે સેલ્ફ મોટિવેશન નો અભાવ કે વધારે પડતું દબાણ (માતા-પિતા નું, જે તે શાળા નું) હોઈ ત્યારે લોકો ને હંમેશા બીજા ના કન્સલ્ટિંગ ની જરૂર પડતી હોઈ છે પણ અમને એ નથી સમજાતું કે જે 15-18 વર્ષનો વિદ્યાર્થી બારમા ની કે દસમા ની પરીક્ષા આપે છે તો એમને બીજા દ્વારા મોટીવેટે થવાની શી જરૂર…???
ભગવાન બુદ્ધ એ સેલ્ફ મોટિવેશન પર કીધું છે “તમે તમારો દિપક જાતે બનો”. તમારું દિમાગ બધું જ છે તમે જે વિચારો છો એ બની શકો છો. આવું કઈ હું તમને કેમ મોટીવેટ કરું છું? ઇટ્સ યોર ડેમ લાઈફ જે કરવું હોઈ તે કરો. આજ કાલ ટેક્નોલોજી એટલી આગળ વધી ગઈ છે કે 15-18 વર્ષ ના બાળકો ક્યાંય પોચી ગયા (હવે તો સરકાર ના MOU પણ સાઈન કરવા માંડ્યા). તો પછી આ ફેબ્રુઆરી-માર્ચ માં મોટિવેશન ની જરૂર કેમ પડે છે….???
હમણાં કીધું એમ કે ટેક્નોલોજી એટલી આગળ વધી ગઈ છે કે હવે ની જનરેશન પહેલા જેવી (80’s ના બાળકો જેવી) ભોળી નથી રહી. આજકાલ ના 15-18 વર્ષ ના બાળકો હુક્કા બાર માં જતા થઇ ગયા છે (થૅન્ક ગોડ કે ગુજરાત માં બંધ થઇ ગયા), અમદાવાદ ના SG હાઇવે પર ના કોફી બાર પાસે જોઈંટ્સ મારતા થઇ ગયા છે, ટ્રેન્ડી કપડાં, બ્રાન્ડેડ એસેસરિઝ, અને અમુક તો 18 ના થયા નથી કે કાચું લાઇસન્સ કઢાવી કાર ચલાવતા થઇ જાય છે (દિલ્લી મા તો હિટ એન્ડ રન કરતા પણ થઇ ગયા હશે, હૈને). એવું નથી કે બધા આવુંજ કરતા હોઈ છે પણ ઘણા બોવ સિરિયસ પણ હોઈ છે પોતાના કરીએર માટે અને પોતાના સપનાઓ માટે માતા-પિતા ના સપનાઓ માટે. સારા અને સમજદાર વિદ્યાર્થીઓ આખું વર્ષ મહેનત કરે છે પણ એટ ધ એન્ડ ઓફ ધ યર માર્ચ માં આ વિશ્વાસ ક્યાં જતો રહે છે. નિષ્ફળ જવાનો ડર કોઈક વાર વિશ્વાસ ને ડગમગાવી નાખે છે.
અમે જોયું છે કે બોર્ડ ની પરીક્ષાઓ માં બાળક કરતા માતા-પિતા ને વધુ ટેનશન હોઈ છે. પણ ફેક્ટ વાત એ પણ છે કે 65% ઉપર ના માતા-પિતા પોતાના સંતાનો ને ડૉક્ટર અને એન્જીનીયર બનાવવા માંગતા હોઈ છે. અમારો દીકરા ને IIT જેટલો રેન્ક આવી જાય તો સારું, અમારી દીકરી ને Government મેડીકલ કોલેજ માં એડમીશન થઇ જાય તો સારું બસ પરીક્ષા સેન્ટર ની બારે કે બાળક ની પરીક્ષા ના સમયે વાલીઓ આવું જ વિચારતા હશે પણ કોઈ એમ નઈ વિચારતું હોઈ કે “પરીક્ષા માં પાસ થઇ જાય એટલે ઘણું બસ મારા દીકરા નું વર્ષ નો બગડવું જોઈ એક વાર પાસ થઇ ગયો પછી એને જે કરવું હશે એ કરશે”.
તો લાસ્ટ માં એટલું જ કેવું છે કે આવા કોઈ મોટીવેશનલ સેમિનાર કે વર્કશોપ માં 4-5 કલાક જવા કરતા 2-3 કલાક કોઈ વિષય નું જેતે પ્રકરણ વાંચો May Be એ પ્રકરણ પરીક્ષા માં આવી જાય. અને બોર્ડ ની પરીક્ષા થી ડરવાની જરૂર નથી ઈટ ઇસ જસ્ટ એડયુકેશનલ એક્ષામ લાઈફ ની પરીક્ષામાં તો ઘણું શીખવાનું આવશે.
તો બધા ને એક મહિના પહેલા જ બેસ્ટ ઓફ લક……
ફોટો સૌજન્ય: આપડે ગુગલ ઉપરથી લીધો ભાઈ