ટેકનોલોજી દિવસે ને દિવસે વધતી જાઈ છે આના ફાયદા ની સાથે ગેરફાયદા પણ એટલા જ છે. થોડા વર્ષો પેલા કે જયારે મોબાઈલ હતાજ નહિ ત્યારે બધા ને મોબાઈલ વિના પણ ચાલતું અને હવે ૧ મિનીટ પણ ચાલતું નથી. એવું શકીએ કે ટેકનોલોજીએ આપણ ને લાચાર કરી નાખ્યા છે.
આજ રીતે કમ્પ્યુટર ગેમ અને મોબાઈલ ગેમ નું પણ માર્કેટ વધી રહ્યું છે. આપણે જોયેલી ઘણી ગેમ લોકો માં વીજળી વેગે પ્રશરી હતી જેમકે એન્ગ્રી બર્ડ, કેન્ડી ક્રશ, અને પોકેમોન ગો. ચાલો તો આપણે આવીજ એક ગેમ ઉપર થોડી વાત કરીએ જેણે આખી દુનિયા માં ચર્ચા અને એક પ્રકાર નો ખોફ ફેલાવ્યો છે. એ ગેમ છે “બ્લુ વ્હેલ ગેમ”
“બ્લુ વ્હેલ” ગેમ ને બીજા નામ થી પણ ઓળખવામાં આવે છે જેમકે ડેથ ગેમ, ૪ એ.એમ. ચેલેન્જ ગેમ અને બ્લુ વ્હેલ ચેલેન્જ ગેમ પણ કેહવામાં આવે છે. તો ચાલો સૌ પ્રથમ આપણે જાણીએ કે આ ગેમ આવી ક્યાંથી અને કેમ આટલી જાણીતી થઇ ગઈ.
ગેમ ની શરૂઆત:
આ ગેમ વિશે તો હવે બધા એ ઘણા બધા બ્લોગ માં અને ગૂગલ પર વાચી લીધું હશે. તો આ ગેમ પાછળ દિમાગ હતો ૨૨ વર્ષ ના અને મનોવિજ્ઞાન ની યુનિવર્સીટી માંથી હાંકી કઢાયેલા એક ફિલિપ બડેઈકિન નામના રશિયન છોકરાનો. આ ગેમ ૨૦૧૩ માં રશિયા માં બનાવવામાં આવી હતી અને રશિયા ના “વીકોન્તાક્ત” નામના સોસીયલ મિડિયા ના એક “ડેથ ગ્રુપ” દ્વારા શરૂઆત કરવા માં આવી હતી.
Game Developer – ફિલિપ બડેઈકિન
ગેમ માં એવું તે શું છે ??:
આ ગેમ એક સાઈકોલોજીકલ ગેમ છે આ ગેમ ઇન્સ્ટોલ કરતા તમને રોજ એક ટાસ્ક કે એક ચેલેન્જ આપવામાં આવે છે. આ ચેલેન્જ જે પૂરી કરે છે એને એની એક સાબિતી આપવાની હોઈ છે. આ ગેમ ના ટાસ્ક સવારે ૪ વાગ્યે આપવામાં આવે છે એટલે આ ગેમ ને “૪ એ.એમ. ચેલેન્જ” ગેમ પણ કેહવા માં આવે છે. આ ગેમ માં ૫૦ દિવસ માં આપેલા ચેલેન્જ પૂર્ણ કરવાની હોઈ છે.
જેમ આગળ કહ્યું એમ ટેકનોલોજી ના ગેરફાયદા પણ છે જેમકે તમે ગૂગલ પ્લે સ્ટોર માંથી કોઈ એપ્લીકેશન ડાઉનલોડ કરો છો તો તમારે ઘણીવાર એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવા માટે કોન્ટેક અને ગેલેરી ને પરમિસન આપવી પડે છે. એનો મતલબ કે જેતે એપ્લીકેશન તમારો ડેટા એક્સેસ કરી શકે છે. બસ આજ રીતે “બ્લુ વ્હેલ ગેમ” પણ ટાસ્ક દરમિયાન અથવા ઇન્સ્ટોલ ના સમયે તમારો ડેટા એક્સેસ કરતુ જ હશે.
તો આ ગેમ ની ચેલેન્જ પૂરી ના કરનાર ને ગેમ તરફ થી ધમકી ભર્યા મેસેજ પણ આવવા માંડે છે. અને ઘણા કેસ માં તમને કોઈ ચેલેન્જ પૂરી કરવા માટે મજબુર પણ કરવામાં આવે છે. અને આ ગેમ ની ચેલેન્જ પણ ખુબ ભયંકર હોઈ છે જેમકે હાથ પર બ્લેડ મારવી, અજાણ્યા માણસને થપ્પડ મારવી કે પછી કોઈ ઉચી બિલ્ડીંગ પરથી પડતું મુકવું.
આ ગેમ ની દુનિયા પર અસર:
આ ગેમ ને ડેથ ગેમ પણ કેહવા માં આવે છે. અત્યારે સુધી આ ગેમ ભારત માં એક્ટીવ નોતી પણ આ ગેમ રમવાથી કોઈનું મૃત્યુ થયું હોઈ એવો પ્રથમ કેસ બન્યો ૩૦ જુલાઈ, ૨૦૧૭ ના રોજ મુંબઈ માં. મુંબઈ ના અન્ધેરી વિસ્તાર માં એક ૧૪ વર્ષ ના છોકરા એ ૭ માળ ની બિલ્ડીંગ પરથી જંપલાવ્યું અને મૃત્યુ પામ્યો.
બ્લુ વ્હેલ ગેમ રમીને મૃત્યુ થયું હોઈ એવો પ્રથમ કિસ્સો બન્યો ૨૦૧૫ માં બ્રાઝીલ માં, એક ૧૪ વર્ષ ની છોકરી એ એક ચાલતી ટ્રેન આગળ જંપલાવ્યું. ૨૦૧૫ થી આવા ૨૫૦ થી વધારે કિસ્સા બની ગયા છે અને એમાં પણ સૌથી વધુ રશિયા માં. રશિયા બાદ બીજા દેશો માં પણ આ ગેમ ની અસર ઘણી જોવા મળી. આ ગેમ સીધી લોકો ના દિમાગ ઉપર જ અસર કરે છે અને એ પણ ૧૩ થી ૨૫ વર્ષ સુધી ના ટીનએજર પર.
આ ગેમ પરથી ૨૦૧૬ માં “Nerve” કરીને એક હોલીવૂડ મુવી પણ આવી હતી. આ મુવી માં આ ગેમ ફોરમેટ ને ખુબ સરસ રીતે દેખાડવા માં આવ્યું છે. આ ગેમ માટે કઈ રીતે ઇન્વીટેસન આવે છે અને કઈ રીતે આ ગેમ નાની ઉમર ના લોકો ના મગજ પર અસર કરે છે.
શું કેવું છે ફિલિપ બડેઈકિન ભાઈ નું?:
ગેમ બનાવ્યા ના થોડાક સમય પછી આ ગેમ ના ડેવેલોપર ને પોલીસ એ પકડી ને ૩ વર્ષ ની સજા ફટકારી. ફિલિપ બડેઈકિન એ સ્વીકારી પણ લીધું કે હા આ ગેમ મેં જ બનાવેલી છે. પોલીસ પૂછતાછ માં આ ગેમ ના ડેવેલોપરે કીધું કે “જેટલા લોકો આ ગેમ ના કારણે મૃત્યુ પામ્યા એ બધા ‘Biological waste’ હતા” અને એવું પૂછવા માં આવ્યું કે આ ગેમ કેમ બનાવી ત્યારે તેને કહ્યું કે “હું તો સમાજ ને સાફ કરવાનું કામ કરું છુ”.
એન્ટોન બ્રેઈડો નામના સેનીયર ઓફીસર એ જણાવેલું કે “ફિલિપ બડેઈકિન ને ખબર છે કે એ શું કરી રહ્યો છે અને પરિણામ મેળવવા માટે એ કઈ પણ કરી શકશે”
Investigating Officer – એન્ટોન બ્રેઈડો
તો ફિલિપ બડેઈકિન ભાઈ આ બાબતે સાચા છે કે જ્યાં સુધી આ દુનિયા પર આવા બેવકૂફ માણસો છે ત્યાં સુધી આવા “ફિલિપ બડેઈકિન” જેવા લોકો ની દુકાન ચાલવાની જ છે.
ચાલો આ તો થઇ ગેમ ની વાત, પણ હવે વાત કરીએ માતા-પિતા ને ધ્યાન રાખવા ના મુદ્દા પર. બાળકો ના મોબાઈલના શોખ પણ વધતા જાઈ છે. સ્કૂલ ના બાળકો ને આઈ-ફોન અને ગૂગલ ના hi-fi ફોન જોઈએ છે. અને પ્રેમ ના કારણે માતા-પિતા ફોન આપી પણ આપે છે.
સારું ચાલો……પણ ફોન આપી દીધા પછી કઈ નઈ. તમારો દીકરો કે દીકરી એ ફોન ને કઈ રીતે વાપરે છે એ ધ્યાન નઈ રાખવાનું??? તમારું બાળક ફોન માં કઈ એપ્લીકેશન કે ગેમ નો યુઝ કરે છે એ નઈ જોવાનું??? તમારા બાળક ના ફોન નો વપરાશ નઈ જોવાનો???
દા.ત. મુંબઈ નો ૧૪ વર્ષ નો છોકરો “બ્લુ વ્હેલ” ગેમ રમ્યા બાદ બિલ્ડીંગ પરથી જમ્પ મારી મૃત્યુ પામ્યો. હવે ૧૪ વર્ષ ના છોકરા પાસે એવો ફોન કે કોઈ ઉપકરણ હશે જેના પર એ આ ગેમ રમ્યો. અને આ ગેમ માં એ આત્મહત્યા ના લેવલ સુધી પણ પોચી ગયો. તો આ ગેમ માં એ એટલો આગળ નીકળી ગયો કે એના માતા-પિતા નું ધ્યાન જ ના રહ્યું….કમાલ છે.
પોલીસ ખાતા દ્વારા બ્રિટન અને અમેરિકા ની શાળાઓ માં તો આ ગેમ ના આતંક પછી “Parents Awareness Program” પણ ચાલુ કરવામાં આવ્યા છે. ભારત માં હજી આ ગેમ નો એટલો પ્રભાવ નથી એ પેહલા ભારત માં પણ સાઈબર સેલ દ્વારા આવા કાર્યક્રમો નું આયોજન કરવું જોઈએ.
ગેમ પર નિષ્ણાતો શું ક્યે છે??:
અમુક ટેકનોલોજી ના નિષ્ણાંતો ના બ્લોગ અને વીડિઓઝ પણ અમે જોયા. એ લોકો નું કેહવું છે કે આ ટેકનોલોજી યુગ માં કઈ પણ સિક્યોર નથી. તમારી કોન્ટેક ડિટેલ કોઈક ને કોઈક server પર હોઈ જ છે. પણ આ ટાઇપની એપ્લીકેશન કે ગેમ થી કઈ રીતે બચવું કે દૂર રેહવું એ આપણા હાથ માં છે. જે ગેમ તમારી પેર્સનલ જીંદગી માં અસર કરતી હોઈ તે ગેમ રમવાનું ટાળો. માતા-પિતા ને કેવાનું કે સમયાંતરે તમારા બાળકો ના મોબાઈલ ફોન ચેક કરતા રહો.
Be Safe and Have Fun…..
સૌજન્ય: ગૂગલ, વિકિપીડિયા અને અમુક બ્લોગ્સ…