Artificial Intelligence | રોજીંદા જીવનમાં પગ પેસારો કરતી ટેકનોલોજી

ગયા વર્ષે જ આપણે બધા એ ચીનનાં એક સમાચાર સાંભળ્યા હશે કે ચીનમાં વિશ્વના સૌથી પહેલા ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’વાળા એન્કર્સે  સમાચાર વાંચ્યા. ચીનની સરકારી સંવાદ સમિતિ શિન્હુઆએ ગયા વર્ષે એટલે ૨૦૧૮ થી આ શરૂઆત કરી છે કે ન્યૂઝ ચેનલ પર ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ ધરાવતા બે કૃત્રિમ એન્કરો દ્વારા સમાચાર વાંચવામાં આવ્યા. અને ચીનની સરકારે AI ટેકનોલોજી પર ભાર આપવા બાબતે પણ સુચન કર્યું હતું. શિન્હુઆ ન્યૂઝ ચેનલનું કહેવું છે કે ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’વાળા એન્કર્સે ની મદદથી ન્યૂઝ ચેનલનો ઘણો પ્રોડક્શન ખર્ચ બચી જશે.

હવે વાત કરીએ ભારતની તો, આપણા ભારતમાં પણ ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ કહેવાતી આ ટેકનોલોજી પોતાનું સ્થાન લઇ રહી છે. મોટા શહેરોમાં ઘણા લોકો AI નો ઉપયોગ હોમ ઓટોમેસન માટે કરવા લાગ્યા છે. અને ઘણી કંપનીઓ AI ને સપોર્ટ કરતા ડિવાઈસ બનાવવા કે આયાત કરવા લાગ્યા છે. અને એનું સૌથી સારું ઉદાહરણ હોઈ તો એ છે એમેઝોન એલેક્ષા. એમેઝોન એલેક્ષા એ એક ડિવાઈસ છે જે માણસ ના અવાજ પરથી એ વ્યક્તિ એ આપેલા આદેશ નું પાલન કરે છે. જેમકે કોઈ વ્યક્તિ કહે કે અત્યારે નજીક માં આવેલ સિનેમામાં કયું મુવી લાગ્યું છે તો એલેક્ષા એ મુવી ની ડીટેઈલ અવાજ દ્વારા આપશે.

આ એક સરળ ઉદાહરણ થયું ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ ટેકનોલોજીનું તો ચાલો આગળ સમજીએ શું છે આ ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ ટેકનોલોજી? કઈ રીતે કામ કરે છે આ AI? ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ ટેકનોલોજીના થોડા વધુ ઉદાહરણો અને ખાસ વિદ્યાર્થીઓ માટે ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ ના ક્ષેત્રમાં કરિયર બનાવવા શું ભણવું? બસ, આજ બધા સવાલો પર થોડું ઊંડાણ માં આગળ જાણીએ.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજી એટલે શું?

કમ્પ્યુટર સાઇન્સ ની દુનિયામાં મશીનને આપણે કમાન્ડ આપીએ છીએ કોઈ કાર્ય કરવા માટે પણ આ ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ ટેકનોલોજીમાં આપણે વ્યક્તિ ની વિચારવા ની શક્તિ ને કોઈ મશીન કે ડીવાઈસમાં સેટ કરી દઈએ છીએ અને એ મશીન પોતાની જાતે જ અમુક નિર્ણયો લેવા માંડે છે કે મશીન ને શું કરવાનું છે અને હવે પછી એ શું કરશે તમારા કોઈ કાર્ય માટે તો એ છે ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’. ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ ને ટુંક માં AI પણ કહે છે.

ચાલો હજી થોડું સરળ રીતે અને ઉદાહરણ સાથે સમજીએ આપણે જે કાર્યો કરીએ છીએ પછી એ મોબાઈલ પર હોઈ કે રોજીંદા જીવનમાં જો એ જ કામ કોઈ મશીન આપણને મદદ કરે છે આપણે જે રીતે કામ કરીએ છીએ એજ રીતે તો એ છે ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’.જેમ કે આપણે કોઈ પુસ્તક વાંચીએ છીએ પણ એજ પુસ્તક કોઈ મશીન આપણને વાંચીને સંભળાવે તો એ એક પ્રકારે ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ છે.

‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ હવે ધીમે ધીમે બધા ક્ષેત્રો સુધી પહોચી ચુક્યું છે. આગળ વાત કરી એમ હવે ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ મીડિયામાં પણ આવી ગયું છે. એજ રીતે ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ નો ઉપયોગ હોમ ઓટોમેશન, ડીફેન્સ, મેડીકલ, અને બીજી ઘણી ઓટોમોબાઈલ કંપનીઓ પણ ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ પર કામ કરી રહી છે.

AI શું છે? એ જાણ્યા બાદ જાણીએ કે AI વર્ક કઈ રીતે કરે છે?

‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ ને મેઈન બે કામ કરવાના હોઈ છે એક નિર્ણય લેવાનું અને બીજું આગાહી કરવાનું. આ બે કામ માટે ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ અલગ અલગ જેનેટિક અલગોરિધમ (Genetic Algorithems) પર કામ કરે છે અને આ અલગોરિધમ મશીન લર્નિંગ દ્વારા કમ્પ્યુટર લેન્ગવેજ ડેવેલોપ કરવામાં આવે છે. ચાલો એક સરળ ઉદાહરણ દ્વારા સમજીએ કોઈ વ્યક્તિ ને રાજકોટ થી સુરત શહેર જવું છે તો એ વ્યક્તિ AI મશીન ને આદેશ આપે છે કે અત્યારે સુરત નું હવામાન કેવું છે? ત્યારે એ વ્યક્તિ ના મેસેજ ને મશીન લર્નિંગ દ્વારા કન્વર્ઝન કરી ને AI એક નિર્ણય પર આવી ને એને સુરત નું હાલનું હવામાન દેખાડે છે.

એક માણસ AI ને આદેશ કરે છે અથવા AI પોતાની રીતે કોઈ નિર્ણય લે છે અને એક ચોક્કસ આઉટપુટ પર આવે છે તો આખી પ્રોસેસમાં જે નેટવર્ક રહેલું છે એને ન્યુરલ નેટવર્ક (Neural Network) કેહવામાં આવે છે. ચાલો આ પ્રોસેસ ને પણ એક સરળ ઉદાહરણ દ્વારા સમજી લઈએ. જેમકે ઘણી વાર કોઈ કાર્ય નું આઉટપુટ એક કરતા વધુ આવતું હોઈ છે ત્યારે ચોક્કસ નિર્ણય સુધી પહોચવા માટે AI મશીન અમુક રીલેટેડ પ્રશ્નો દ્વારા ચોક્કસ નિર્ણય પર આવે છે. ઉદાહરણ તરીકે ચેટબોટ.

Figure-1 માં બતાવ્યા પ્રમાણે આઉટપુટ અને ઈનપુટ ની વચ્ચે એક હિડન લેયર પણ હોઈ છે જે આપણા પ્રશ્નો ને મેનેજ કરે છે અને એક ચોક્કસ નિર્ણય પર આવે છે. 

Figure 1: Image of Neural Network

ઉપર જણાવેલ ઉદાહરણ દ્વારા તમને AI નો બેસિક ખ્યાલ તો આવી જ ગયો હશે તો ચાલો આગળ જોઈએ થોડા ઉદાહરણો કે ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ બીજા ક્યાં ક્યાં ક્ષેત્રો માનવજગત માટે સહાય રૂપ છે.

હેલ્થકેર: Microsoft કેન્સર ની ટ્રીટમેન્ટ માટે AI ડેવલોપ કરી રહ્યું છે. અને CNN ના રિપોર્ટ ના આધારે ચિલ્ડ્રન મેડીકલ સેન્ટર માં AI રોબોટ દ્વારા સફળ ડેમોન્સ્ટ્રેટ સર્જરી કરવામાં આવી.

ફાઈનાન્સ એન્ડ ઇકોનોમિક: ક્રેડીટ કાર્ડ કે બેન્ક માં થતા ફ્રોડ ને શોધવા માટે પણ અમેરિકાની ઘણી બેંકો AI નો સહારો લે છે જેમકે security Pacific National Bank.

ઓટોમોબાઈલ: થોડી કંપનીઓ જેમકે ટેસ્લા, ગૂગલ, અને એપલ જેવી કંપનીઓ ડ્રાઈવરલેસ કાર માટે કામ કરી રહી છે જેમાં કાર પોતાની રીતે નિર્ણયો લેશે કે કાર કઈ રીતે ચલાવવી.

ડીફેન્સ: અમેરિકન આર્મી પણ AI Arms race, કોમ્બેટ વાહનો બનાવવા માં પણ અમેરિકા AI ટેકનોલોજીમાં પોતાનું ઘણું બજેટ નિવેશ કરી રહી છે.

ઉપરોક્ત માહિતી લીધા પછી જાણીએ AI નું ભવિષ્ય અને AI માં કરિયર કેમ બનાવવું:

ભારતમાં પણ ધીમે ધીમે AI નું મહત્વ વધતું જાય છે ત્યારે AI ને લગતા કરિયર વિકલ્પો પણ વધવા લાગ્યા છે. અત્યારે માણસો સંપૂર્ણ સેલફોન પર નિર્ભર થઇ ગયા છે ત્યારે એપલ, સેમસંગ, અને MI જેવી કંપનીઓ પોતાના પ્રોસેસરમાં AI નો ઉપયોગ કરવા લાગી છે. અને આજ ના ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ ની સ્થિતિ જોઇને લાગે છે કે ભવિષ્ય પણ ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ નું જ છે. ઉદાહરણ તરીકે સેલફોન માં ફેસ ડિટેકશન, વોઈસ ડિટેકશન અને બીજા ઘણા સેન્સર આ બધા ફીચર ભવિષ્ય માં ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ ની વધતી ડિમાન્ડ પર ઈશારો કરે છે.

આ ક્ષેત્રમાં કરિયર બનાવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ એ કમ્પ્યુટર, અલગ અલગ રોબોટિક ડીવાઈસ, પ્રોગ્રામિંગ લેંગ્વેજ, લોજીક્સ, અને અલગોરિધમ સાથે કામ કરવાનું હોવાથી ૧૨ સાયન્સ પછી કમ્પ્યુટર એપ્લીકેશન કે એન્જીનીયરીંગ ક્ષેત્રમાં અભ્યાસ કરવો વધુ લાભદાઈ અને મદદરૂપ છે.

જયારે વિદ્યાર્થી કમ્પ્યુટર એપ્લીકેશન કે એન્જીનીયરીંગમાં અભ્યાસ દરમ્યાન પણ અમુક પ્રોગ્રામિંગ લેંગ્વેજ માં ખાસ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. એવી પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ માં કામ કરવા માટે ખુબ ઉપયોગી થશે. પ્રોગ્રામિંગ લેંગ્વેજ જેવીકે,

Python

C++

Java

Prolog

Lisp

આ પ્રોગ્રામિંગ લેંગ્વેજ AI માટે મહત્વની છે.

AI પ્રોફેસનલ કે અભ્યાસ પછી કઈ ટાઇપની જોબ તમને મળશે:

Algorithms Specialist

Computer Scientists and Computer Engineers

Research Scientists and Engineering Consultants

Robotic Engineers

Military and aviation electricians working

Surgical technicians working with robotic tools

‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ માં કામ કરવા માંગતા લોકો માટે આ એક સારો સમય છે પોતાનું કરિયર બનાવવા માટે. AI હવે આપણી રોજીંદા જીવનનો હિસ્સો બનતું જાય છે. હવે તો રોબોટ, આઈ રોબોટ, ટર્મિનેટર જેવી ફિલ્મોમાં પણ AI ને એક મહત્વનો ભાગ ગણવામાં આવ્યો છે એમ જોવા જઈએ તો પૂરી ફિલ્મ જ AI પર છે એમ કહી શકીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Captcha loading...