આપણા બધા ના જીવન માં પોતપોતાની આજુ બાજુ જ નજર કરીએ તો ઘણા પ્રકાર ના પરિબળો જોવા મળશે, કોઈ જીવિત કે નિર્જીવ. બધા એમનું પોતાનું કામ કરતા હોઈ છે નિર્જીવ વસ્તુઓ ની વાત કરીએ તો એ તો માણસ એને ચલાવે છે જયારે જીવિત એટલે કે માણસ, પ્રાણી કે વનસ્પતિ પોતે.
હવે આ ત્રણ માંથી પણ જો આપણે કોઈ એક વસ્તુ પસંદ કરીએ કે જેને કોઈ નિર્જીવ વસ્તુ ચલાવે છે તો એ છે મનુષ્ય, માણસ. તમને આ જાણી ને નવાઈ લાગી હશે કે પહેલા કહેવામાં એમ આવ્યું કે માણસ નિર્જીવ વસ્તુ ને ચલાવે છે અને હવે નિર્જીવ વસ્તુ પણ માણસ ને ચલાવી શકે છે.!!
અત્યાર ના હાલ ના જમાના માં જોઈએ તો ઘણા બધા નિર્જીવ પરિબળો એવા છે કે જે મનુષ્ય ને ચલાવી જાણે છે, જે મનુષ્ય એ પોતે જ ઉત્પાદિત કરેલા છે ઘણા ખુદ પોતાના માં અને ઘણા પોતાના થકી. એને આપણે બંધાણ/વ્યસન(Addiction) તરીકે ઓળખીએ છીએ.
હાલ ના યુગ માં જોઈએ તો લગભગ બધા લોકો કોઈ ના કોઈ વ્યસન થી જોડાયેલા છે, એવું નથી કે બધા બંધાણ ખરાબ જ હોઈ, ઘણા વ્યસન સારા પણ હોઈ શકે છે. જેમ કે ઘણા લોકો ને વાંચન નું બંધાણ હોઈ, કોઈ ને કામ માં રચ્યા પચ્યા રહેવાનું બંધાણ હોઈ છે.
જ્યાં સુધી સારું વ્યસન હોઈ, પોઝિટિવ હોઈ ત્યાં સુધી કોઈ વાંધો નથી, જ્યાં સુધી એ બંધાણ ઉપર કે તમારા ખુદ પર તમારો કાબુ હોઈ ત્યાં સુધી વાંધો નથી પણ જયારે એ વ્યસન માં તમારો તમારા પર કાબુ નથી રહેતો ત્યારે મુશ્કેલી ઉત્પન્ન થાય છે.
સામાન્ય રીતે વ્યસન બે પ્રકાર ના હોઈ છે, જેને આપણે નેગેટિવ ની શ્રેણી માં સમાવી શકીએ.
1) વર્તણૂકલક્ષી વ્યસન
2) પદાર્થ વ્યસન
વર્તણૂકલક્ષી વ્યસન:
વર્તણૂકલક્ષી વ્યસન માં ઘણી એવી વસ્તુઓ નો સમાવેશ થાય છે જે વધુ પ્રમાણ માં આજ ના યુવાનો માં જોવા મળે છે, જેમ કે જુગાર, ઈન્ટરનેટ, મોબાઇલ, વીડિયો ગેમ્સ અને બીજું ઘણું.
તમે જોઈ શકશો આપણી જ આજુબાજુ કે આપણા જ મિત્રો આ વસ્તુઓ નો શિકાર હશે, કાયમ મોબાઈલ માં ચેટિંગ, સર્ફિંગ, મુવીઝ, etc.. એ વાત માં કોઈ શંકા ને સ્થાન નથી કે મોબાઇલ જીવન નો એક મૂલ્યવાન હિસ્સો થઈ ગયો છે, પણ એ આપણા પર હાવી થાય જાય એ પણ યોગ્ય નથી જ ને.! એ જ રીતે ઈન્ટરનેટ પણ એક અગત્ય નો હિસ્સો બની ચુક્યો છે બધા ના જીવન નો, પણ એના સારા અને યોગ્ય ઉપયોગ સિવાય એમાં જ ડૂબી જવા વાળા લોકો ની સંખ્યા પણ ઓછી નથી. ઈન્ટરનેટ થી ઘણા ખોટા અને ખરાબ કામ થાય રહ્યા છે જેમ કે હેકિંગ, ક્રેકિંગ, જે વ્યસન થી જ થઈ શકે છે, કેમ કે હેકિંગ માટે તમારે પુરી રીતે કોડિંગ ના નાશ માં રહેવું પડે છે. એવી જ રીતે જો ગેમ ની વાત કરીએ તો 2015 માં એક 17 વર્ષ નો રશિયન છોકરો સતત 22 દિવસ ગેમ રમતા રમતા મોત ને ભેટી પડ્યો. ગેમ રમવા થી તમારી થકાન દૂર થાય જાય એ વાત સાચી પણ જયારે એ ગેમ વ્યસન બની જાય તો એ તમને પણ લઇ ડૂબે છે. શ્રાવણ મહિના માં લગભગ બધા ના ઘરે જુગાર રમતા હોઈ છે, પણ જયારે એ જુગાર વ્યસન બની જય ત્યારે એ જ ઘર એ લોકો ને વેચી નાખવાની સ્થિતિ આવી પડે છે, જે સદંતર ખોટું છે.
પદાર્થ વ્યસન:
પદાર્થ વ્યસન માં એ વસ્તુઓ નો સમાવેશ થાય છે જેવી કે તમ્બાકુ, ડ્રગ્સ, દારૂ, etc.. પદાર્થ વ્યસન એટલે ટૂંક માં કહીયે તો શારીરિક નુકશાન પહોંચાડનાર વ્યસન. આપણે જોઈએ તો ડ્રગ્સ ઘણા દેશો માં મોટા પ્રમાણ માં સપ્લાય થાય છે, મોટી બધી ડ્રગ્સ ની ડીલ્સ થાય છે જેની કિંમત કરોડો રૂપિયા માં હોઈ છે. હવે એ જ જોતા એવું લાગે કે આટલા મોટા કારોબાર માં કેટલા લોકો આ વ્યસન ના શિકાર હશે, એટલું ચોક્કસ છે કે જે આ વ્યસની હશે એની પાછળ ની જિંદગી તો ખરાબ જ હશે, કેમ કે આ પ્રકાર ના ડ્રગ્સ માણસ ને ધીમે ધીમે ખતમ કરી નાખે છે. એવી જ રીતે જોઈએ તો તમ્બાકુ, 36 કરોડ કિલો તમ્બાકુ ની ખેતી ફક્ત ગુજરાત માં થાય છે, આ આંકડો એક વર્ષ નો જ છે. આ જોતા પણ આપણે એટલો અંદાજ કાઢી શકીએ કે કેટલી ફાકી, માવો, કપૂરી ખાલી ચૂનો પડો કાચી પાત્રી ખવાતી હશે. હવે આ જ ભાઈ ને આપણે એક આખી પાણી પુરી ખાવાનું કહીએ તો નહિ ખાઈ શકે.!! આ વ્યસન નો કાળો જાદુ કહી શકીએ કે નહિ.!!!
એક વાક્ય યાદ આવે છે શાહબુદ્દીન રાઠોડ નું, “ગમે એટલો પીવો પણ લિમિટ માં”, જો લિમિટ નક્કી જ હોઈ તમારી તો ગમે એટલો શબ્દ જ નળી જાય છે.
આ પોસ્ટ દ્વારા એટલી અપેક્ષા રાખી શકું કે જો તમે આ બધા માંથી કોઈ પણ બાબત ના વ્યસની હો, તો એ તમારા પર હાવી ન થઈ શકે અને એ વ્યસન થી તમને શારીરિક નુકશાન ન પહોંચે એટલું ધ્યાન રાખજો.
તમારો કિંમતી સમય આપવા બાદલ આભાર.
Mota ma mottu juthhanu….. stress pade to vyasan joy j.
Aavu boli ne potani jaat ne j mama banave che loko.
That’s also a point.
But it is surely a bad thing as per my view.!!
I truly belive this thing but…little bit “padarth vyasan” compulsory not allowed we can do it easily. Noboday or nothing can make us slave. Behavioural addiction is also very needful but for that we can get ourself busy in other work and each and every person help atleast one friend to remove this prob…I ill be there for anything and any help