About Us

કાઠિયાવાડ માં કોઈક દી  ભૂલો પઇડ ભગવાન,
થા ને અમારો મહેમાન,
તારા એવા કરું સનમાન,
કે તને સ્વર્ગ ભૂલવું શામળા.

 
ઉપર ના દોહા માં જેમ કવિ ભગવાન ને કાઠિયાવાડ માં પધારવા આમંત્રણ આપે છે એમ અમે પણ અમારા વાચકો ને PureKathiyawadi.com પર આવકારીયે છીએ. કેમકે વાચકો અમારા માટે ભગવાન જેવાજ છે. આ સાઈટ નામ પર થી તો તમને લાગશે કે આ સાઈટ કોઈ કાઠિયાવાડી હોટેલ ની સાઈટ હશે પણ એવું નથી PureKathiyawadi.com એક બ્લોગ સાઈટ છે કે જેમાં તમને કાઠિયાવાડી ભોજન માં જે મજા આવે એવોજ ટેસ્ટ તમને બ્લોગ્સ માં પણ મળશે એવી આશા અમે રાખીએ છીએ.

PureKathiyawadi.com સાઈટ માં બ્લોગ ની ભાષા ગુજરાતી જ છે પણ અંદર ના ભાવ કાઠિયાવાડી જ છે. PureKathiyawadi.com નો હેતુ ખાલી ગુજરાત કે ભારત જ નઈ પણ પુરી દુનિયા માં વસતા ગુજરાતી સુધી પહોંચવાનો તથા અમારા બ્લોગ્સ નો કાઠિયાવાડી રસથાળ એમના સુધી પહોચાડવાનો છે.

બસ અમે આવી જ રીતે નવા નવા વિષયો સાથે ના બ્લોગ તમારા સુધી પોચાડતા રહીશું અને એવી આશા રાખીએ છીએ કે વાચકો નો પ્રેમ અને સાથ મળતો રહે….”વાચકો દેવો ભવ”