પ્યોર કાઠિયાવાડી ના બધા ને નવા વર્ષ ના રામ રામ
2016 સફળતા પૂર્વક પૂરું થઇ ને 2017 ની શરૂઆત થઇ ગઈ છે. 2016 નું વર્ષ હસતા, રમતા, રોતા, લડતા, જગડતા અને લાઈન માં ઉભા ઉભા પૂરું થયું. 2017 ચાલુ થયું અને એક તહેવાર ઉતરાયણ પણ હસી ખુશી થી પૂર્ણ થઇ ગયો અને હમણાં 26 મી જાન્યુઆરી પણ આવી જશે.
ચાલો આપણે થોડું ફ્લેશબેક જોઈએ 2016 નું (એમ તો બધા ને યાદ જ હશે) તો 2016 માં બિહાર માં દારૂ બંધી આવી ગઈ, પઠાનકોટ ના એર બેસ પર હુમલો થયો હતો, ઈસરો એ એકી સાથે 20 સેટેલાઈટ સ્પેસ પર મોકલ્યા, સરકારે 7મુ પગારપંચ જાહેર કર્યું, ઉરી હુમલા પછી ઇન્ડિયા નો વળતો હુમલો, સાયરસ ભાઈ ની ટાટા માંથી હકાલપટ્ટી, 500 અને 1000 ની ચલણી નોટ ઉપર પ્રતિબંધ, તામિલનાડુ ના CM જયલલિતા નું અવસાન થયું અને ઘણું બધું (લિસ્ટ બોવ મોટું છે).
હવે વાત કરીએ 2017 ની, તો 2017 ની શરૂઆત આનંદ અને હર્ષોલ્લાસ થી થઇ ગઈ છે આ વર્ષ માટે ઘણા લોકો ને આશા છે કે 2016 ના અધૂરા કામો પાર પડી જશે, 2016 માં નોટ બંધી ને લીધે ખોરવાયેલો વેવાર સરખો થઇ જશે, નવા વર્ષ માં નવી શરૂઆત થશે અને ઘણી બધી આશાઓ સાથે બધા આગળ વધી રહ્યા છે.
હમણાં થોડા મહિના માં 2017 નું બજેટ પણ બહાર પડવા નું છે. બધા ના મન માં ઘણા વિચારો અને પ્રશ્નો છે બજેટ બાબતે કેમકે 2016 નું વર્ષ ખુબજ કોન્ટ્રવરસી વાળું રહ્યું છે હવે લોકો ને આશા છે બજેટ ઉપર શું હશે? કેવું હશે? કેટલો અને કેવો ફાયદો થશે? હોમ લોન સસ્તી થશે કે નઈ? વ્યાજ ના દર ઘટશે કે નઈ? સિનિયર સિટીઝન ને કેટલો લાભ મળશે? ઇલેક્ટ્રોનિક કેટલું સસ્તું થશે? કઈ વસ્તુ મોંઘી થશે ? વગેરે વગેરે વગેરે…
આવતી કાલે 26 મી જાન્યુઆરી એટલે આપનો 68મો ગણતંત્ર દિવસ, 26મી જાન્યુઆરી, 1950 થી આપણું બંધારણ અમલ માં મુકવા માં આવ્યું. અને એ પછી બંધારણ માં સમયાંતરે ઘણા ફેરફાર પણ કરવા માં આવ્યા. ઘણી કલમો ઉમેરવા માં આવી તો ઘણી કલમ ની બાદબાકી. બંધારણ ઘડાયા પછી ઘણા રાજ્યો પણ અલગ થયા અને દેશ માં ઘણા ફેરફાર પણ થયા. પણ આ બધા વચ્ચે એક વસ્તુ અકબંધ રહી એ છે આપણા ભારતીયો ની એકતા.
ભારતમાં કુલ મળીને 36 રાજ્યો છે એમ તો આપણે અંદરો અંદર ઘણી વાર જગાડતા હોઈએ છીએ કાવેરી ના કે નર્મદા ના પાણી મુદ્દે કે પછી બે રાજ્યો ની સીમા ના મુદ્દે કે પછી ભાષા ના મુદ્દે પણ જયારે કોઈ બીજો દેશ પછી એ ચીન હોઈ કે પાકિસ્તાન ભારત પર બુરી નજર નાખે છે ત્યારે બધા રાજ્યો એક થઇ જાય છે બસ આજ આપણી ઓળખ છે.
તમારું 2017 ખુશીઓ થી અને હાસ્ય સાથે પસાર થાઈ અને 2017 માં તમારે બોવ લાઈન માં ઉભું રેહવું ના પડે એવી અમારી પ્રાથના…
અમારા તરફ થી બધા ને જય હિન્દ