શિયાળા ની શરૂઆત એટલે નવેમ્બર, ધીમી ધીમી ઠંડી ની ઋતુ ચાલુ થઇ જાઈ છે પણ નવેમ્બર શિયાળા ની શરૂઆત સિવાય એક બીજા કારણ માટે પણ જાણીતો છે અને એ છે : No Shave November ગુજરાતી માં કહીએ તો નવેમ્બર મહિનો દાઢી કરાવ્યા વિના.
નો શેવ નવેમ્બર પર આપણે પછી આવીશું પહેલા આપણે જાણીએ દાઢી વિષે તો અત્યારે કોર્પોરેટ યુગ માં દાઢી નું ચલણ ઘટતું જાય છે (હમણાં હમણાં થી Beard ટ્રેન્ડ માં છે અને એ પણ હિપસ્ટર લૂક) પણ પહેલા ના જમાના માં દાઢી એ માણસ અને પ્રાંત ની ઓળખ હતી. દાઢી એ માણસ ઓળખાતો, દાઢી એ માણસ ના વતન ની ખબર પડતી જેમકે આઇરિશ, જર્મન, ઇટાલિયન, ફ્રેન્ચ, ઇન્ડિયન, રોમન, ચાઇનીસ અને બીજા ઘણા દેશો ના માણસો પોતાની અલગ પ્રકાર ની દાઢી એ ઓળખાતા. સદીઓ બદલાતી ગઈ અને દાઢી ના પ્રકાર અને દાઢી નું ચલણ પણ ઘટતું ગયું.
આપણે ઘણા એવા નામી વ્યક્તિઓ ને ઓળખીયે છીએ જે પોતાના કામ માટે તો જાણીતા હતા પણ સાથે પોતાની દાઢી માટે પણ એટલાજ જાણીતા હતા. જેમકે ક્યુબા ના ફિડલ કાસ્ટ્રો જેમનું હમણાં જ નિધન થયેલું, ઉત્ક્રાંતિવાદ લાવ્યા એ ચાર્લ્સ ડાર્વિન, અને રશિયા પોપ્યુલર ગુરુ એવા ગ્રોગોરી રાસ્પુટિન. આ બધાજ મહાનુભાવો પોતાના કામની સાથે પોતાની દાઢી માટે પણ જાણીતા હતા.
હવે આવીએ મૂળ વાત પર તો नो शेव नवम्बर है क्या ??? તો હાલ ના ટ્રેન્ડ મુજબ બોયઝ પોતાની બીઅર્ડ એટલે દાઢી વધારે છે ખાસ નવેમ્બર માં હવે Actual reason પૂછવા જઇએ તો ભાઈ ખબર નઈ…તો ચાલો આ ટ્રેન્ડ પર ના થોડા ફેક્ટસ જોઈએ.
હવે આ ટ્રેન્ડ ની શરૂઆત કોને ? કરી તો જવાબ છે થોડાક આળસુ વિદ્યાર્થી ઓ એ. કઈ રીતે ? તો પહેલા એવું હતું કે અમેરિકા માં college/school ટર્મ ની છેલ્લી પરીક્ષા નવેમ્બર ના અંત માં આવતી અને નવેમ્બર ટર્મ ની પરીક્ષા પુરી થયા પછી ડિસેમ્બર ની રજ્જાઓ પડી જતી તો નવેમ્બર ટર્મ ની પરીક્ષા ઉપર વિદ્યાર્થી ઓ દાઢી કરવાનું અવોઇડ કરી સ્ટડી માં ફોકસ વધુ આપતા. આગે સે ચલી આતી હૈ ની જેમ આ વસ્તુ બધા ફોલ્લૉ કરવા લાગ્યા એટલે કે exam હોઈ કે ના હોઈ નવેમ્બર એટલે નો શેવ.
આ તો થયું પહેલું કારણ, ચાલો બીજું કારણ જોઈએ ઑસ્ટ્રેલિયા ના થોડા જુવાનિયાઓ 1999 માં આ “મુવેમ્બર” ટર્મ લાવ્યા અને 2004 માં એક ફોઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી, કે જેમાં આવા જુવાનિયાઓ નવેમ્બર મહિના માં પોતાની મૂછો વધારી અને ફંડ એકઠું કરે અને એ ફંડ ને પુરુષો ના સ્વાસ્થીય માટે ડોનેટ કરે છે. આ ફોઉન્ડેશન નું નામ આપવામાં આવ્યું “મુવેમ્બર” અને દિવસે ને દિવસે આ ફોઉન્ડેશન માં માણસો જોડાતા ગયા અને દર વર્ષે ફંડ માં પણ વધારો થવા લાગ્યો.
ચાલો હજી થોડા કારણો જોઈએ તો ઘણા પુરુષો નવેમ્બર માં પોતાની દાઢી નથી કરાવતા અને નવેમ્બર માં દાઢી માટે જે પૈસા બચ્યા હોઈ એ કેન્સર પીડિતો ને અને “નો શેવ નવેમ્બર” organization ડોનેટ કરે છે (નો શેવ નવેમ્બર ની ઘણી ઓફિશ્યિલ વેબસાઈટ પણ છે…તમે જોઈ શકો છો). આ સિવાય બીજા પણ ઘણા કારણ છે દાઢી વધારી રાખવાના જેમ કે…
-> મેઈન reason સ્કિન કેન્સર થી બચાવે છે
-> સ્કિન ઈંફેકશન થી પણ બચાવે છે
-> સૂર્ય ના સીધા કિરણો થી ફેશ પણ રક્ષણ આપે છે
-> ઠંડી માં તમારા ફેશ ગરમ રાખે છે
-> ગાલ ની બીમારી થી બચાવે છે
-> મહત્વ નું કારણ Girls Love Beard
જો તમારા ઘર માં દાઢી અંગે બબાલ થતી હોઈ તો ઉપરના કારણો તમારા મમ્મી પાપા ને કહી શકો છો. તો “નો શેવ નવેમ્બર” ની શરૂઆત થઇ હતી એક મિશન સાથે કે સમાજ માં કેન્સર માટે ની જાગૃતિ લાવવા અને કેન્સર પીડિતો ને મદદ કરવા માટે. તો અમે આશા રાખીએ છીએ કે નવેમ્બર હોઈ કે ડિસેમ્બર તમે પણ કેન્સર માટે જાગૃત રહો અને બીજા ને પણ કરતા રહો.
સૌજન્ય: ગૂગલ, વિકિપીડિયા અને “નો શેવ નવેમ્બર” સાઈટ