ना बीवी ना बच्चा….ना बाप बड़ा ना मैया….The Whole Thing is That…के भैया सबसे बड़ा रुपैया।
ખરું કેવાઈ કે જે પૈસા પાછળ માણસો ગાંડા હતા આજે એજ પૈસા એ માણસો ને ગાંડા કરી મુક્યા છે. By the way વાત થાય છે હમણાં થોડા દિવસ પહેલા આપણા હાલ ના વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્ર મોદી એ કરેલી જાહેરાત ની. થોડા દિવસ પેલા એટલે 8 નવેમ્બર, 2016 ના વિશ્વ ના બે મહાન દેશો એ પુરા વિશ્વ માં આગ લગાડી દીધી. તો ચાલો વાત કરીએ કઈ રીતે.
સૌ પહેલા વાત કરીએ USA ઇલેકશન ની તો અમેરિકા માં રિપબ્લિકન પાર્ટી માંથી હતા ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટી માંથી હતા હિલેરી ક્લિન્ટન. હવે બંને નેતાઓ ની વાત કરીએ તો હિલેરી ક્લિન્ટન એટલે અમેરિકા ના 42 માં પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન ના પત્ની એટલે ફર્સ્ટ લેડી ઓફ ધ USA અને યુનાઇટેડ સ્ટેટ ના સેનેટર રહી ચૂકેલા અને આ વખતે ની ઇલેકશન માં ડેમોક્રેટિક પાર્ટી માંથી ઊભા રહેલા હિલેરી ક્લિન્ટન. વાઈટ હાઉસ ના નીતિ નિયમો અને પોલિટિકસ બેકગ્રાઉન્ડ વાળા હિલેરી પર બધા ને આશા હતી અને પોલિટિકસ ના તજજ્ઞો એ પણ માની લીધેલું કે આ વખતે ના ઇલેકશન માં હિલેરી બેન બાજી મારશે.
પણ ના જાણ્યું જાનકી નાથે કે કાલે શું થવાનું છે તેમ રિપબ્લિકન પાર્ટી ના ડોનાલ્ડ ટ્રમ્પ બાજી મારી ગયા. થોડી વાત કરીએ ટ્રમ્પ ભાઈ ની તો WhatsApp અને ફેસબુક માં લોકો ના પોસ્ટ અને ટ્રોલ આવ્યા કે પોલીટીકલ બેકગ્રાઉન્ડ વગર પણ ટ્રમ્પ જીતી ગયા તો પબ્લિક ને જાણવાનું કે નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ ટ્રમ્પ 1988 થી રિપબ્લિકન પાર્ટી સાથે જોડાયેલા છે. અને બીજું જોવા જઇયે તો ટ્રમ્પ બિઝિનેસ બેકગ્રાઉન્ડ માંથી આવે છે જેમકે હોટેલ, રીસોર્ટ્સ, બિઝિનેસ સેન્ટર્સ અને સ્પોર્ટ્સ માં પણ એટલા જ એકટીવ (ટ્રમ્પ ભાઈ ને પોતાની ગોલ્ફ કોર્ટ પણ છે અને WWF રેસલિંગ માં પણ એક ચક્કર મારી આવ્યા છે).
ટ્રમ્પ ના ઇલેકશન જીતવા થી બધા દેશો ને વતા ઓછા પ્રમાણ માં અસર તો પાડવા ની જ છે તો ચાલો જોઈએ થોડી અસરો.
ટ્રમ્પ ભાઈ ની USA પર અસર: ટ્રમ્પ ની વિજય ઘોસણા પછી USA માં ઘણી અફડા તફડી મચી ગઈ હતી કેમકે બધાની સંભાવના ખોટી પડી હતી અને ટ્રમ્પ USA ના Texas, Utah, Dakota, Montana જેવા ઘણા સ્ટેટ ઉપર તો ભાઈ એ જીત નોંધાવી દીધી હતી. અને હવે વાત મેક્સિકો ની તો અમેરિકા માં રહેતા ઘણા મેક્સીકન લોકો તો સમાચાર સાંભળી થેલા ભરી વતન ભેગા થઇ ગયા વાહ…
ટ્રમ્પ ની જીત ની બીજા દેશ પર અસર: ટ્રમ્પ ની જીત ની અસર તો એમ તો આખી દુનિયા પર પડી પણ અત્યારે વાત કરી મહત્વ ના દેશ ની તો સૌથી વધુ અસર પડી ભારત, ચાઇના અને પાકિસ્તાન ને કેમકે ટ્રમ્પ નું વલણ સ્ટ્રેટ ફોરવર્ડ, આતંકવાદ ના કટ્ટર વિરોધી અને જે બનાવાવું હોઈ તે અમેરિકા માં બનાવો બીજા દેશ પાસેથી લેવાની જરૂર નથી આવું માનવ વાળા એટલે પાકિસ્તાન ને અને ચાઈના ને તો આંખ માં ખટકવા નુજ. પણ કેહવાઈ છે કે ટ્રમ્પ આપણા મોદી ના મોટા પ્રશંસક છે એટલે જોઈએ કે અમેરિકા હવે ભારતીયો માટે કઈ નીતિઓ ઘડે છે.
હવે વાત કરીએ ભારત માં ચાલી રહેલી પરિસ્થિતિ ની તો થોડા દિવસ પહેલા આપણા હાલ ના વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્ર મોદી એ કરેલી જાહેરાત કરેલી કે 500 અને 1000 ની ચલણી નોટો બંધ થઇ જશે (શ્રી નરેન્દ્ર મોદી નો એ વિડિઓ તો પુરી દુનિયા એ જોઈ લીધો છે તો તમે તો જોઈજ લીધો હશે). તો ચાલો આગળ વાત કરીએ આ સમાચાર પછી ઘણા બધા મેસેજ આવ્યા ફેસબુક, ટ્વિટર, ઓલ મોસ્ટ બધા સોશ્યિલ મીડિયા પર. તો ચાલો જાણીએ મેઈન મુદ્દો.
હવે વાત છે બ્લેક મની ની તો આપણે બધા જાણીએ જ છીએ કે આ દેશ માં બ્લેક ઇન્કમ ધરાવતા લોકો અને બ્લેક મની નું પ્રમાણ વધી ગયું હતું અને આજ બ્લેક મની ના કારણે સામાન્ય લોકો ને ઘણી તકલીફો પડતી હતી (હા જ તો તકલીફ તો પડે જ ને ભિખારી જેવા લાગતા માણસો બ્લેકની AUDI લઈને ફરે તો તકલીફ તો થઇ જ ને). તો આજ બ્લેક મની ને રોકવા શ્રી નરેન્દ્ર મોદી એ ઇકોનોમિક્સ નો ફંડા વાપર્યો “Demonetization” મતલબ મુદ્રા ને બદલી નાખવી જયારે કાળું નાણુ દેશ માં વધી જાય ત્યારે.
ચાલો 500 અને 1000 ની ચલણી નોટો બંધ ગઈ અને એના બદલા માં નવી 500 અને 2000 ની નોટો પણ આવી ગઈ (પબ્લિકના 2000 ની નોટ સાથે ના સેલ્ફી તો જોઈ જ લીધા હશે) પણ લોકો શું વિચારે છે એ પર થોડી વાત કરીએ તો એક જૂની કેહવત છે “જેટલા મોઢા એટલી વાત” તો લોકો સારું પણ બોલવાના અને ખરાબ પણ બને તરફ વાત તો થવાનીજ.
અત્યારે માણસો નું પુરે પૂરું ધ્યાન પોતાની પાસે રહેલા એક્સટ્રા પૈસા બંધ બેસતા કરવા માં છે. પબ્લિક પુરા ફેમિલીની ટિકિટો બુક કરે છે, એડવાન્સ LIC પ્રિમયમ ભરે છે, વાઇફ માટે સોનુ પણ ખરીદે છે, મની એક્સચેન્જ માં પૈસા વટાવી ડોલર પણ લે છે ટૂંક માં કેવાનો મતલબ એ કે પબ્લિક ધંધે લાગી ગઈ છે.
પણ આ બધા વચ્ચે અમુક સારા મેસેજ આવ્યા જે મેસેજ માં રહેલા પોઈન્ટ્સ એ પબ્લિક ને વિચારતા કરી દીધા જેવાકે….
-> અમેરિકા માં થનારા ઇલેકશન ના સટ્ટા ના નાણા ગયા
-> યુપી ની ચૂંટણી ના ભેગા થયેલા નાણા ગયા
-> ડબા માર્કેટ તથા MCX માં થતા રોકડ વહીવટ ના નાણા ગયા
-> રીયલ એસ્ટેટ માં રહેલા કાળા નાણા ગયા
આ બધા સાથે એક મેસેજ આવ્યો હતો કે શું આ 500-1000 ની ચલણી નોટ બંધ થવાની છે એની જાણ મુકેશ અંબાણી ને હતી? because મુકેશ ભાઈ એ ફટાફટ જીઓ લોન્ચ કરી દીધું અને પોતાના નાણા જીઓ માં ઈન્વેસ્ટ કરી નાખ્યા. કેમકે ઊર્જિત પટેલ (હાલ ના RBI ના ગવર્નર) હતા તો reliance ના Ex-Employee.
ચાલો જે હોઈ તે પણ ફાયદો પબ્લિક નેજ છે કેમકે કાળું નાણુ સાફ કરવાનો આનાથી સારો કોઈ વિકલ્પ જ નથી અને આ માટે માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી ને ખુબ ખુબ આભાર.
નોંધ: હા ભાઈ આર્ટિકલ લખવા માં થોડું મોડું થઇ ગયું પણ શું થાય અમે પણ બેંક માં લાઈન માં ઊભાતા.
સૌજન્ય: ગૂગલ, વિકિપીડિયા, ફેસબુક, WhatsApp અને Pure Kathiyawadi ના વિચારો.