Legends Never Die, Legends Live Forever

આપણો ભારતદેશ આઝાદ થયો એને હમણાં 70 વર્ષ થયા, આ 70 વર્ષમાં ભારત દેશે ઘણો વિકાસ કર્યો છે, ટેક્નોલોજી ક્ષેત્રે, ખેતી ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્રે, અને જોવા જઈએ તો બધા જ ફિલ્ડ માં પણ આપણા વડવાઓ કેહતાકે આઝાદી આપણને સસ્તામાં નથી મળી. વડવાઓઆવું શુંકામ કહેતાએ ક્યારેપણ વિચાર્યું?

અત્યારે આપણે આઆઝાદ દેશ માં લોકશાહીનું શરબત પીતા પીતા જે શુકુન અનુભવીએ છીએ એ લોકશાહી ના શરબત માં આઝાદી માટે શહીદ થયેલા શહીદોનું રક્ત પણ છે. એવાજ બે ક્રાંતિકારી એટલે આપણા રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી અને આપણા એક સમય ના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી.

2 ઓક્ટોબર એટલે મોહનદાસ કરમચંદ ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રી ની વર્ષગાંઠ, બંન્ને વચ્ચે એક વાત ની સામ્યતા હતી અનેએ છે  “સાદગી”. ગાંધીજી એ કહ્યું હતું “ખાદીમારીશાનછે, અનેકર્મમારીપૂજા”. ગાંધીજીના જીવન અને સાદગી વિશેતો આપણે સૌ જાણીએજ છીએ કે પોતાના છેલ્લા શ્વાસ સુધી બાપુએ ખાલી ખાદીના વસ્ત્રો જ પહેર્યા અને એ ખાદી સાથે સ્વચ્છતા ના પણ એટલાજ હિમાયતી,એટલે જ તો ગાંધીજીના સ્વછતાના વિચારો પરથી હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ સ્વચ્છ ભારત અભિયાન શરુ કર્યું છે.

ગાંધીજીની સાથે એકબીજા ક્રાંતિકારી અને પછી ભારતના એક સમયના વડાપ્રધાન જેમને કહેલું  “જયજવાન, જયકિસાન”  એ શ્રી લાલ બહાદુરશાસ્ત્રી ની વર્ષગાંઠ પણ 2 ઓક્ટોબર. 2 ઓક્ટોબર, 1904 માં જન્મેલા લાલ બહાદુર શાસ્ત્રી નું જીવનપણ સાદગી ભર્યું રહ્યું છે. તેઓ વડાપ્રધાન પદ પર હોવા છતાં પણ સરકારી ગાડી નો ઉપયોગ નહોતા કરતા અને સરકારી નાણું બચાવવા તેઓ વિદેશ પ્રવાસ પણ ઓછા અને જરૂરી સ્ટાફ સાથેજ કરતા (તેમનો છેલ્લો પ્રવાસ તાસ્કંદનો હતો, એ પ્રવાસ માં તેમનું રહસ્યમય મોત થયું હતું).

shahtriji

આપણને અત્યારે બધી સવલતો આરામથી મળી રહે છે એટલે કદાચ આઝાદી ની ગરિમા ને ભૂલી ગયા છીએ પણ થોડા દિવસો પેહલા થયેલા ઉરી હુમલા પછી બધામાં દેશ અને આર્મી પ્રત્યેની લાગણી અને પ્રેમ જોઈ આનંદ થયો પણ એના થોડા મહિના પહેલા જયારેપેલા JNU ના સ્ટુડેંટ્સ જે રીતે લોકશાહીનો ખોટો લાભ ઉઠાવતા હતા એ પણ કેમ ભુલાઈ. ઉરી હુમલા પછી સોશ્યિલ મીડિયા પર ઘણા લોકો કેહતા કે “યુદ્ધકરીનાખીએ, યુદ્ધકરીનાખીયે” પણ એમ યુદ્ધ ના થાય, પ્રોટોકોલ પણ ફોલો કરવા પડે દુશ્મન દેશ સાથે તો ચાલો લડી લઈશુ પણ આપણા દેશમાં રહેલા એવા લોકો જે હજી (આઝાદીના 70 વર્ષપછીપણ) પણ આઝાદી ની ગરિમાને સમજી નથી શક્યા એમની સામે તો આપણે જલાડવાનું છે.

સાચું કહીએ તો સોશ્યિલ મીડિયાએ અને મીડિયા એ આવા લોકોને હીરો બનાવી દીધા છે, તેઓ જ આવા લોકોનું પાવરહાઉસ છે. ગાંધીજીએ કહ્યું હતું કે “અહિંસા મજબૂત શસ્ત્ર છે” પણ જે લોકો ભારત અને ભારત ના કોન્સ્ટિટ્યૂશન ને માન નથી આપતા અને ખાલીખોટા હીરો બની ગયા છે મીડિયામાં તેમના માટે તો “અજાણપણું (Ignorance) મજબૂત શસ્ત્ર છે”. By the way ઉરી હુમલા બાદ PoK ઉપર આપણી ઇન્ડિયન આર્મીએ જે વળતો જવાબ આપ્યો એ કાબિલે તારીફ હતો.

આજે 2 ઓક્ટોબર એટલે બાપુ અને શાસ્ત્રીજી ની વર્ષગાંઠ પર એટલું જ કહેવાનું કે આઝાદી અને લોકશાહી ખુબજ કિંમતી છે અને એની રક્ષા અને માન આપવું એ આપણા બધાનું કર્તવ્ય છે.

આ પોસ્ટને શાંતિથી વાંચવા માટે આભાર અને આપ સહુને હેપી ગાંધી જયંતિ, હેપી શાસ્ત્રી જયંતિ અને હેપી નવરાત્રી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Captcha loading...