ટ્રાફિક સમસ્યા પાછળ જવાબદાર કોણ? પ્રજા, પોલીસ કે ઢોર

Traffic Problems

ભારત એટલે વિવિધતા ધરાવતો દેશ, જે આપણે બધાએ  લગભગ ભણેલું છે, નિબંધો લખ્યા છે, ટીવી ચેનલો માં પણ જોયેલું હશે, અને રોજબરોજ ના જીવન માં કોઈ ને કોઈ સાથે એના પર ચર્ચા પણ કરી હશે.

આજ આપણાં જીવન માં જોઈએ તો એવા ઘણા પ્રશ્નો ઉદ્ભવતા હશે, ઘણા નો નિકાલ પણ થઈ જતો હશે જો એ પોતાના અંગત હશે, અથવા કોઈ સોલ્યુસન નીકળી જઇ શકે એવા હશે, પણ ઘણા ખરા પ્રશ્નો એવા હોય છે જેનો નિકાલ આપણાં હાથ માં નથી હોતો. એમાનાં જ એક પ્રશ્ન નો ઉલ્લેખ કરું તો એ છે ટ્રાફિક સમસ્યા, મારા મતે “પ્રશ્ન” કરતાં “સમસ્યા” શબ્દ બરોબર બંધ બેસશે આ માટે.

કોઈપણ સમસ્યા ઉદભવે તો તેની સામે તેમનું સમાધાન કે ઉકેલ જરૂરી હોય છે, અને એ પણ હકીકત છે કે અમુક સમસ્યા નું સમાધાન અઘરું હોય છે, નહીં કે સમસ્યા અઘરી હોય, પણ સમસ્યા નો ઉકેલ લાવવા માટે જરૂરી પરિબળો એમનો રોલ યોગ્ય  રીતે અદા ન કરતાં હોય.

ભારત જેમ વિવિધતા ધરાવતો દેશ છે એ જ રીતે ટ્રાફિક સમસ્યા પણ વિવિધ રીતે પ્રસરી ચૂકી છે, ઘણા શહેરો છે જેમાં ટ્રાફિકનું પાલન  પૂરી યોગ્ય રીતે થાય છે, જેના લીધે સમસ્યા નથી ઉદ્ભવતી. હવે તેનું તદ્દન ઊલટું જોઈએ તો ઘણા શહેરો એવા છે કે  જ્યાં ટ્રાફિક નિયમ એટલે શું?, એવો પ્રશ્ન આપણને ત્યાંનાં લોકો પૂછે.

ભારત એક એવો દેશ છે જ્યાં ભગવાન પૂજાય છે, માણસ પૂજાય છે અને ઢોર પણ પૂજાય છે.(કોઈપણ પ્રકાર ની લાગણી દુભાવવા માટે ઢોર શબ્દપ્રયોગ નથી કરેલ) ટ્રાફિક સમસ્યા માટે પ્રજા જવાબદાર હોય શકે, કેમ કે એમણે જ નિયમો નું પાલન કરવાનું હોય છે, પોલીસ પણ જવાબદાર  હોય શકે કેમ કે એમણે નિયમો નું પાલન કરાવવાનું હોય છે, અને બીજા પણ પરિબળો હોય શકે જેમ કે પશુઓ કેમ કે એને નિયમોની ખબર જ નથી.

હવે એક પછી એક વાત કરી તો કહી શકાય કે પ્રજા તો જવાબદાર હોય જ શકે કેમ કે તમે  જોઈ શકો છો કે પોતાના રસ્તા સરળ બનાવવા માટે ટ્રાફિક ના નિયમો તોડી એક સમસ્યા ઊભી કરે છે, પછી એ રોંગ સાઇડ માં જવું, ટ્રાફિક લેન માં રોંગ સાઇડ થી ડાબી  બાજુથી ઓવેરટેક કરવો, હોર્ન વગાડી ને ધ્વનિપ્રદૂષણ(noiz pollution) ફેલાવવું જાણે ટ્રાફિકજામ માં ગાડી કે સ્કૂટર માથેથી ઊડી ને જઇ શકે એમ હોય, રસ્તો ક્રોસ કરવો  એ પણ હાથ નો પંજો બતાવી ને કે હું રસ્તો ક્રોસ કરું છું તમે વાહન ધીમું પાળો અથવા બ્રેક મારો, ઘણા લોકો એવા પણ જોઈ શકાય કે જે જમીન થી ૨ ઇંચ ઉપર પગ લટકાવી રાખીને વાહન ચલાવતા હોય અને જે વધુ પ્રમાણ માં એવા હોય કે જેને બીક લગતી હોય વાહન ચલાવવામાં, આવા લોકો થી ખાસ ચેતીને રહેવું જોઈ કેમ કે એ પડતાં જાય અને બીજા ને પણ પાડતા જાય!! આ હતી પ્રજાની વાત, એવું ઈચ્છીએ કે પ્રજા માં થોડી સમજણ આવે અને સમસ્યામાં ઘટાડો કરવામાં મદદરૂપ થાય.

પછી આવે પોલીસ, જેમ ઉપર વાત કરી એ મુજબ ઘણા શહેરો માં નિયમો નું યોગ્ય પાલન થાય છે, મોટું ઉદાહરણ છે, મુંબઈ. મહારાષ્ટ્ર પોલીસ એક યોગ્ય અને નવીનતમ વ્યવસ્થા પૂરી પાડે છે, ત્યાંનાં પોલીસકર્મી જ્યારે ડ્યૂટિ પર હશે ત્યારે વૃક્ષ ના છાંયા માં જોવા નહીં મળે, જે પોઈન્ટ પર ડ્યૂટિ હશે ત્યાં જ જોવા મળશે, જ્યારે અમુક શહેરોમાં ચાલુ ડ્યૂટિ એ પોઈન્ટ પર જ પોતાના મિત્રો સાથે ફોન પર અથવા રૂબરૂ બોલાવી ને ગપ્પાં મારતા હોય છે. પાન ના ગલ્લા પર ખાતું ખોલાવી ડુપ્લિકેટ રેબેન ના ગોલ્ડન ફ્રેમ ના ચશ્મા સાથે દુકાન ની પાળીએ કોણી ટેકવી ને ‘બાકી’ માં વસ્તુ લેશે!! જો ખરેખર માં નિયમોનું યોગ્ય પાલન થવા માંડે તો ટ્રાફિક સમસ્યા નો પૂરો નિકાલ થઈ શકે. મહિના નો દંડ નો ટાર્ગેટ પૂરો કરવા જ્યારે ઓચિંતા ના નિયમોનો કેમ ઉપયોગ નથી થતો એ જાણવા રોડ પર આવી ને ચિટ્ઠીઑ ફાડવા માંડે એ પર એક પ્રશ્નાર્થરૂપ છે!! સોશિયલ મીડિયા માં ઘણા ફોટા એવા પણ વાઇરલ થયા છે જેમાં પોલીસ ખુદ ૩ સવારી માં જતાં હોય!!

હવે આખરી એક અગત્ય નો મુદ્દો, આ મુદ્દા સાથે કોઈ પ્રકારની સામાજિક ભાવનાઑ ને ઠેસ પહોંચાડવાની કોશિશ નથી. તો મહેરબાની કરી ને એ વ્યૂ થી ન જોવવો. આપ સહુ જાણતા હશો કે રસ્તા પર ફરતા ઢોર ખાસ કરી ને ગાય ભેંશ મુશ્કેલી રૂપ બને છે, એક મેક્સિકો ના વ્યક્તિ ના વિડિયો માં સરસ ઉલ્લેખ કર્યો છે ભારત ના સંસ્મરણોમાં, કે એ ટેક્સી માં જતો હતો કોઈ એક્સિડેંટ થયેલું રોડ પર અને એક જીવિત પણ બેસુધ હાલત માં એક માણસ રોડ પર પડ્યો હતો ત્યારે ટ્રાફિક પર ની ગાડીઓ એની સાઇડ માંથી જતી રહેતી હતી આ જોઈ એને થોડી હેરાનગતિ થઈ, ત્યાંથી થોડા આગળ વધી ને જોયું તો ગાય સાવ નિરાંતે રસ્તો ક્રોસ કરી રહી હતી, તો બધા વાહનો બંને બાજુ થી ઊભા રહી ને ગાય ને જોતાં હતા અને ઘણા પગે લગતા હતા. પેલા એ ટેક્સી ડ્રાઇવર ને પૂછ્યું કે આવું કેમ? તો ડ્રાઇવરએ કીધું કે પેલો માણસ પડ્યો હતો રસ્તા પર બેસુધ એ કદાચ આ ગાય માં જ હોય શકે!!

ઘણા ગાય ના ધણીઓ એવું કરતાં હોય છે, કે ગાય ની ઉમર થાય એટલે બહાર ચરવા મોકલી દે અને જ્યારે બચ્ચા ને જન્મ આપે ત્યારે એની પોતાની થઈ જાય! સ્વાર્થ જેવી ભાવના આવી જાય જે ગાય મારી માતા ના નારાં લગાવતા હોય.

ઘણા બધા અકસ્માતો થાય છે જેમાં ઢોર આડા આવવાના ના કારણે થતાં અકસ્માતો ની સંખ્યા વધુ હોય છે. મહાપાલિકા ના અધિકારિઓ જ્યારે ઢોર પકડવા આવે ત્યારે એમનો સાથ આપવો જોઈએ નહીં કે જગડવું  જોઈ. કતલ કરવા માટે નથી લઈ જતાં એ લોકો, એ લોકો એટલા માટે લઈ જાય છે કે તેમની સરખી કાળજી થઈ શકે, અને એટલા માટે કે એમના માલિકો યોગ્ય ઉછેર કરી નથી શકતા.

તો આ બધા પર થી એ તારણ નીકડે કે બધા પરિબળો જવાબદાર છે, બધાએ સાથે મળીને આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ.

પણ એક વાત નક્કી છે, પ્રજા જ્યાં  સુધી નહીં સુધરે ત્યાં સુધી કોઈ સમસ્યાનો ઉકેલ નથી આવવાનો. કાંઇક સુધારવા માટે આપડે ખુદએ પહેલા સુધરવું પડે છે..

તમારા અનુભવો કે તમારા રિવ્યૂ નીચે કમેંટ માં આપી શકો છો.

આવો સાથે મળીને કાંઇક સુધારો કરીએ જે આવનાર દિવસોમાં આપણી જ આવનાર  પેઢી ને કામ આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Captcha loading...