વેકેશન – બાળકો માટે કેવું હોવું જોઈએ

healthy children

મે મહિનો એટલે જોવા જઈએ તો બાળકો માટે વેકેશન નો મહિનો. બધી શાળાઓ માં રજા અને બાળકો ને મજા અને વાલીઓ ને સજા! ખેર વાલીઓ ને સજા કે મજા એતો પૂરું પોતાના ઉપર છે.

વાત એ કરવાની હતી કે આ વેકેશન ના મહિના માં ખાસ કરી ને અત્યાર ના યુગ માં નજર કરીએ તો ખરેખર બાળકો માટે વેકેશન ફાયદાકારક છે? કે પછી ઉલટું નુકશાનકારક. બાળકો ને વેકેશન આપવાનો મુખ્ય હેતુ એમના રોજબરોજ ના ભાર થી એક હલકા વાતાવરણ માં લઇ જવાનો હોઈ છે. પછી ભલે કોઈ એક નાનકડી હિલ સ્ટેશન ની ટ્રીપ હોઈ, મામા ના ઘરે રોકવા જવાનું હોઈ, નવી વીડિયોગેમ લઇ આપવાની હોઈ કે પછી વેકેશન સમર કેમ્પ હોઈ.

ઉપર ના વિકલ્પોમાંથી અત્યાર ના સમય માં પેહલો હિલ સ્ટેશન નો વિકલ્પ બાળકો માટે પસંદ કરે છે. કેમ કે ઓછા સમય માં બાળકોને ટ્રીપ કરાવી લે અને પછી વાલીઓ પોતાના કામ પર જઈ શકે! આ વ્યસ્ત જનજીવન માં વાલીઓ ને બાળકો માટે સમય નથી એવું કહી શકીએ.

આ કારણ એટલા માટે અહીં આપવાનું યોગ્ય છે કેમ કે આજ થી ૫-૭ વર્ષ પેહલા નો જ સમય યાદ કરીએ તો જોઈ શકીએ એ બાળકો માટે હિલ સ્ટેશન ની ટ્રીપ ની પસંદગી તો હતી જ, સાથે સાથે સમરકેમ્પ એની પેહલી પસંદ હતી, નહિ કે વીડિયોગેમ અને કોમ્પ્યુટરગેમ.

ત્યાર ના સમયમાં બાળકો ને ઘર ની બહાર રમવા જવાનું વધુ ગમતું, પછી ભલે એ શેરી માં રમાતી નાગોલ રમત હોઈ, લાકડાંજુલમની, નદી પર્વત, સાંકળ સાત તાળી, છોકરાઓ માટે ક્રિકેટ ફૂટબૉલ નો સમર કેમ્પ હોઈ, કે પછી છોકરીઓ માટે ડાન્સ કે પેઇન્ટિંગ ક્લાસ હોઈ.

આ બાબત માં બાળકો નો પણ કોઈ વાંક નથી, સમજવાનું હોઈ તો એ એના માં બાપ ને છે, કે જે એને આ બધી વસ્તુઓ થી દૂર લઇ જઈ રહ્યા છે, હાથ માં મોબાઈલ અને ઘરે કમ્પ્યુટર માં રમવાની સલાહ આપે છે, બહાર તડકો છે તો ગરમી લાગશે એમ કરી ન ઘરે કે પછી કોઈ સિનેમા માં મૂવી જોવા લઇ જશે. તમે બાળકો ને થોડા ખડતલ તો થવા દો, એમની પાસે એવું કોઈ શરીર હશે જે બધી પ્રકાર ની પરિસ્થિતિ માં પાર થઇ શકે, એક મારુ પોતાનું ઉદાહરણ આપું તો અમારી સ્કૂલનો  એક સ્કૂલ(નામ નહિ કેહવા માગું) સામે ક્રિકેટમેચ હતો મેચ ના સમય ની અડધી કલાક પછી એવું જાણવા મળ્યું કે શાળા ના સંચાલકો એ એમની ટીમ ને જવાની પરવાનગી ન આપી, કારણ એ હતું કે સીઝન નો બોલ બાળકો ને વાગી જશે.!

આ બાબત માં સ્કૂલ સંચાલકો નો પણ એક અગત્ય નો ભાગ છે, એટલું મને ખાસ નિયમોનું  જ્ઞાન નથી પણ કોઈના માધ્યમથી એવું  જાણવા મળેલું કે શાળાની પરવાનગી માટે એક ચોક્કસ પ્રમાણ ના મેદાન ની આવશ્યકતા છે, પણ અત્યારે તો કોઈ 4BHK ફ્લેટ ના એપાર્ટમેન્ટ માં શાળા શરુ થઇ જાય છે.!! ઘણી શાળાઓ પોતાની ખામીઓને છુપાવવા સ્માર્ટમૂવ ના નામે છોકરાઓ ના હાથ માં ટેબ્લેટ અપાવી દે છે, બાળકો ના જરૂરી એવા માનસિક અને શારીરિક વિકાસના સમયમાં સ્કૂલ સંચાલકોના સાથ ની જરૂર છે ત્યારે એ લોકો આ પ્રકાર ના ભવિષ્ય ને નુકશાન પહોંચાડે એવા પગલાં લે છે. બાળકો ના માતા પિતા એ પણ સ્કૂલના આવા ધ્યાન ભટકાવનારા પગલાં ને એક બાજુ મૂકી યોગ્ય માંગ કરવી જોઈએ.

ગર્વ સાથે એ કહેવાનું મન થાય કે ઘણી એવી સ્કૂલો છે અને એમાંની એક માં અમે અભ્યાસ કર્યો છે જ્યાં ભણતર ની સાથે સાથે શારીરિક અને રમતગમત ને પણ એકસમાન મહત્વ અપાયું છે, જે બાળકો માટે ખાસ જરૂરી છે.

આખર માં એક પહેલ કે, ભણતર જરૂરી છે પણ અત્યાર ના વેકેશન ના સમયમાં બાળકોના હાથ માંથી “સ્માર્ટ” મોબાઈલ અને બીજા ઉપકરણો લઇ ખુલ્લા મેદાનમાં રમવા મોકલો, સ્ટ્રોંગ બનાવો, શારીરિક મજબૂત બનાવો, કેમ કે શરીર કામ કરતુ હશે તો જીવન માં કઇંક કરી શકશો. કેહવત છે ને હેલ્થ ઇસ ટ્રુ વેલ્થ.

થોડું વધુ વાંચવું પડ્યું હશે આપને તો એના માટે માફ કરશો પણ જરૂરી લાગ્યું એટલે લખ્યું

આભાર, ફરી મળીશું કોઈ નવા મુદ્દા સાથે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Captcha loading...